રશિયાએ તાજેતરમાં એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કોએન લોન્ચ કર્યો છે. આ સેટેલાઈટનું ઇમેજ રેઝોલ્યુશન 50 સેન્ટિમીટર પ્રતિ પિક્સલ છે.આ સેટેલાઇટ ખાનગી કંપની એમટી લેબ દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને તેને 14 નવેમ્બર 2026ના રોજ વોસ્તોચની કોસ્મોડ્રોમથી સોયુઝ રોકેટ દ્વારા કિનોસ્પુતનિક નામના અન્ય એક સેટેલાઇટ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઇટ 0.5 મીટરના રેઝોલ્યુશન પર જમીનની તસવીરો લઈ શકે છે. જેનાથી વાહનો, મોટા સાધનો અને સંરચનાઓની સરળતાથી ઓળખ થઈ શકે છે.
સૈનિકો કે સૈન્ય વાહનોના રૂટ ટ્રેક કરી શકાશે
રિપોર્ટ્સ અનુસાર તેમાં એઆઈ અલ્ગોરિધમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.જે તસવીરોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે.આ સેટેલાઇટ વાર્ષિક અંદાજે 1.5 કરોડ ચોરસ કિલોમીટર ક્ષેત્રની તસવીરો લેવાની ક્ષમતા ધરાવે છે અને તેને મુખ્યત્વે વાણિજ્યિક તથા નાગરિક ઉપયોગ માટે બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા અને કેટલીક રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આ સેટેલાઇટ દ્વારા રુસ યુક્રેનની બારીક તસવીરો મેળવી શકશે અને એઆઈની મદદથી વૃક્ષો પાછળ છુપાયેલા સૈનિકો કે સૈન્ય વાહનોના રૂટ ટ્રેક કરી શકાશે.
