અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચે રવિવારે થનારી મુલાકાત પહેલા જ પુતિનની સેનાએ યુક્રેનના વધુ એક શહેર પર કબ્જો કરી લીધો છે. સ્પૂતનિકના સમાચાર અનુસાર રશિયાના રક્ષા મંત્રાલયે શનિવારે જાહેરાત કરી છે કે ખારકીવ વિસ્તારના મહત્વપૂર્ણ શહેર કુપ્યાંસક પર પશ્ચિમી સૈન્ય સમૂહના સંયુક્ત હથિયારો વાળી સેના છઠ્ઠી ગાર્ડ્સે પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. મંત્રાલય અનુસાર રશિયાના સૈનિકે પોતાની પકડ બનાવી રાખી છે શહેરમાં બચેલા યુક્રેની સૈનિક બળોની સફાઇ ચાલુ રાખી છે.
યુક્રેનિયન સેનાની ઘૂસણખોરી નિષ્ફળ
રશિયાના મંત્રાલયની દૈનિક બ્રીફિંગમાં કહેવામાં આવ્યુ છે પાછલા 24 કલાકોમાં યુક્રેની સેનાએ કુપ્યાન્સ્કમાં 3 વાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો. રશિયન સૈનિકો બિલ્ડિંગ અને બંકરમાં છુપાયેલા વિખરાયેલા યુક્રેનિયન જૂથોને સમાપ્ત કરી રહ્યા છે. શહેરમાં યુક્રેનિયન સૈન્યના નાના દળો જ બાકી રહ્યા છે તેવો દાવો એક રશિયાન કંપની કમાન્ડરે કર્યો હતો. કુપ્યાન્સ્ક એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર છે, જે એક મુખ્ય રેલ અને રોડ હબ તરીકે સેવા આપે છે.










