છેલ્લા ત્રણ વર્ષથી રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન માટે હવે નેધરલેન્ડ આગળ આવ્યું છે. આ યુદ્ધમાં યુક્રેનને હથિયારોથી ટેકો આપવા માટે નેધરલેન્ડ સરકાર તરફથી મોટી મદદની જાહેરાત કરવામાં આવી છે.
નેધરલેન્ડ તરફથી 578 મિલિયન ડોલરનું યોગદાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ આ માથાકૂટમાં પ્રથમ વાર એવું બન્યું છે કે કોઈ દેશ યુક્રેનની મદદ માટે શસ્ત્રો ખરીદીને તેને મોકલી રહ્યો હોય. આ દેશ એટલે અન્ય કોઈ નહીં પણ નેધરલેન્ડ છે જેણે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલ ભીષણ યુદ્ધમાં યુક્રેનનો સાથ આપવાનું નક્કી કર્યું છે. નેધરલેન્ડ સરકારે નક્કી કર્યું છે કે અમેરિકાના લશ્કરી વિભાગ પાસેથી લશ્કરી સાધનો અને હથિયારો ખરીદવા માટે 500 મિલિયન યુરો એટલે કે 578 મિલિયન ડોલરનું યોગદાન આપશે.
PURL યોજના હેઠળ મદદ
યુક્રેનને રશિયા સામે યુદ્ધમાં મદદ કરવા માટે નેધરલેન્ડ તરફથી કરવામાં આવેલી આ જાહેરાત પાછળ નાટોનું પણ એક પીઠબળ રહેલું છે. મળતી માહિતી મુજબ નેધરલેન્ડ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આ મદદ તાજેતરમાં નાટો દ્વારા શરૂ કરાયેલી નવી યોજના હેઠળનો એક ભાગ છે. આ નવી યોજનાને PURL નામ આપવામાં આવ્યું છે જેનું પૂરું નામ NATO Prioritized Ukraine Requirements List છે.
PURL સોદો શું છે?
રશિયાના લીડર સાથે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની ચકમક થયા પછી રશિયાએ અમેરિકા સાથે થયેલ શાંતિ વાર્તાલાપને પાટુ મારીને રશિયાએ યુક્રેન પર હુમલો કરી નાખ્યો હતો અને ત્યાર બાદ ગયા મહિને, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ યોજનાની જાહેરાત કરી હતી. જે તે સમયે જાહેરાત બાદ ટ્રમ્પે આ PURL યોજનાની વિગતો આપી ન હતી પરંતુ હવે આ યોજનાના તમામ પાસઓ સામે આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ દારૂગોળાની મદદ યુક્રેનને નાટો દેશની આ યોજનાથી પહોંચાડવામાં આવશે.













