સુરક્ષા કારણોસર તમામ મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકાવવાની ફરજ પડી છે. 

સૌથી મોટો ડ્રોન હુમલો 

રશિયા અને યુક્રેન વચ્ચેના ચાર વર્ષથી વધુ લાંબા યુદ્ધે ગુરુવારે મોટો વળાંક લીધો. યુક્રેને રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો. આ હુમલા બાદ, સુરક્ષા કારણોસર મોસ્કોના તમામ મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. રશિયાની ઉડ્ડયન એજન્સી, રોસાવિઆત્સિયા એ પુષ્ટિ આપી કે હવાઈ ક્ષેત્ર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. રશિયન અધિકારીઓએ મોસ્કો ઉપર 180 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.

મોસ્કો ઓઇલ રિફાઇનરી પર ફરી હુમલો

આ મોટા હુમલા વચ્ચે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક મોટી જાહેરાત કરી. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુક્રેનિયન સેનાએ આ અઠવાડિયે બીજી વખત મોસ્કોમાં એક મોટી ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવી છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ટેલિગ્રામ નિવેદન જારી કરીને કહ્યું હતું કે આ અમારા શહેરો અને નગરો પર રશિયન હુમલાઓનો સંપૂર્ણપણે વાજબી પ્રતિભાવ છે. અમારા સૈનિકોએ રશિયન લશ્કરી મશીનરીને નુકસાન પહોંચાડ્યું છે જે આ યુદ્ધને બળતણ આપે છે.

રશિયાના અન્ય ભાગોમાં વિનાશ

વધુમાં, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટતા કરી હતી કે યુક્રેનિયન સેના મોસ્કો સુધી મર્યાદિત નથી. તેમના સૈનિકોએ રોસ્ટોવ પ્રદેશ અને રશિયા દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના યુક્રેનના અન્ય ભાગોમાં ઘણા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા. આ હુમલા બાદ, સમગ્ર રશિયામાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ કાર્યાલય કે દસ્તાવેજો સિવાય America કેમ યોજી રહ્યુ છે G-2 જૂથની બેઠક, ભારત પર શુ થશે અસર?, જાણો

  • Follow us on: