અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચિત પછી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એગ્રેસિવ થઈ ગયા છે. રશિયાએ આખી રાત યુક્રેનની રાજધાની પર હવાઈ હુમલો કરીને તબાહી મચાવી છે. યુક્રેનની વાયુસેનાએ રાયટર્સને જણાવ્યું હતું કે રશિયાની સેનાએ કીવ પર લગભગ 540 ડ્રોન અને 11 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. હુમલામાં 23 લોકો ઘાયલ થયા છે. કીવના 6 જિલ્લાઓના રહેણાંક એરિયામાં આગ લાગવાની ઘટના બની છે. રેલ્વે સ્ટેશનને પણ નુકસાન પહોંચ્યું છે. બિલ્ડીંગો અને રસ્તાઓ પણ ઘરાશયી થયા છે. આખી રાત કીવમાં સાયરન વાગતા રહ્યા. લોકોને રશિયાના હુમલા પહેલા જ એલર્ટ કરી દેવાયા હતા. આથી ઓછુ નુકસાન થયું હતું. 


રશિયાની સેનાનો મુખ્ય ટાર્ગેટ રાજધાની કીવ

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ જણાવ્યું હતું કે રશિયાની સેનાનો મુખ્ય ટાર્ગેટ રાજધાની કીવ હતો. ગઈ રાત્રે કીવમાં વિસ્ફોટો અને ગોળીબારના આવાજો સંભળાયા હતા. સોશિયલ મિડીયા પર વાયરલ કરવામાં આવેલા વિડીયોમાં લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગતા જોવા મળ્યા હતા. ફાયર કર્મીઓ બિલ્ડીંગો અને કારમાં લાગેલી આગ ઓલવતા જોવા મળ્યા હતા. યુક્રેનની વાયુસેનાએ 450થી વધુ ડ્રોન આકાશમાં જ નષ્ટ કરી દીધા હતા. સમગ્ર દેશમાં 8 જગ્યાઓ પર 9 મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાના હુમલાથી કીવના ઘણા રેલ્વે સ્ટેશનો પણ ધ્વસ્ત થયા હતા, જેના કારણે ટ્રેનનો રુટ બદલવો પડ્યો હતો. 

કીવના મેયર વિટાલીએ રાયટર્સને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચિત કરી હતી. વાતચીતમાં પુતિને ટ્રમ્પને કહ્યું હતું કે યુક્રેનમાં તેઓ પોતાના ટાર્ગેટ પુરો કરશે, પરંતું સિઝફાયર માટે વાતચિત કરવા તૈયાર છે. 









  • Follow us on: