વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે હોર્મુઝનો રસ્તો હજી ભયથી ભરેલો છે. તેવામાં બ્લેક સી માંથી પસાર થઈ રહેલા એક કાર્ગો શિપ પર રશિયાએ ડ્રોન એટેક કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ એટેકમાં શિપનો કેપ્ટન મોતને ભેટ્યો છે. જ્યારે એક ભારતીય ક્રુ મેમ્બરને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ત્રણ ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે. આ ડ્રોન એટેક બાદ શિપમાં આગ લાગી હતી અને ત્યાર બાદ તે દરિયામાં ડૂબી ગઈ હતી.
શિપમાં ભીષણ આગ લાગી ગઈ હતી
રોમાનિયા સ્થિત ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે રશિયન ડ્રોન દ્વારા થયેલો હુમલો રોમાનિયાની દરિયાઈ સીમાની બહાર થયો હતો. બ્લેક સીમાં રશિયન ડ્રોન દ્વારા એમવી રોયાડ મમાદોવ નામના કાર્ગો શિપને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ કાર્ગો શિપમાં ત્રણ ભારતીય નાગરિકો પણ હતાં. આ હુમલામાં શિપનો કેપ્ટન મોતને ભેટ્યો હતો. જ્યારે એક ભારતીય ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય ભારતીયો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. હુમલા બાદ 'એમવી રોયાડ મમાદોવ' નામના આ કાર્ગો શિપમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને બાદમાં તે ડૂબી ગયું હતું.
હુમલો રોમાનિયાની દરિયાઈ સીમાની બહાર થયો હતો
ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે, આ હુમલો રોમાનિયાની દરિયાઈ સીમાની બહાર થયો હતો.શિપ પરથી 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે.શિપ પર રહેલા ત્રણ ભારતીયોમાંથી એક ઈજાગ્રસ્ત થતા તેને રોમાનિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે બે રશિયન ડ્રોને તુર્કીના આ જહાજને નિશાન બનાવ્યું હતું.આ જહાજ મકાઈ ભરીને ઇટાલીના રવેના જઈ રહ્યું હતું.આ જહાજ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજ હેઠળ ચાલતું હતું અને છેલ્લે યુક્રેનના ઇઝમેલ બંદરગાહ પર રોકાયું હતું.
11 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા
રોમાનિયામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે ત્રણેય ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી લીધી છે અને તેઓ સુરક્ષિત છે.ઈજાગ્રસ્ત ભારતીય ક્રૂ મેમ્બરની સારવાર ચાલી રહી છે અને દૂતાવાસ હોસ્પિટલના અધિકારીઓના સતત સંપર્કમાં રહીને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે.રોમાનિયાના ગૃહ મંત્રાલય અને નૌકાદળ સત્તામંડળે પુષ્ટિ કરી છે કે જહાજના 11 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Nigeria Military Aircraft Crash: નાઇજીરિયામાં 32 લોકોને લઇ જઇ રહેલું મિલિટરી એરક્રાફ્ટ તૂટી પડ્યું, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ