સાઉદી અરેબિયાના બે મુખ્ય એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને તણાવનું વાતાવરણ ફેલાઈ ગયું છે. રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આભા ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલાઓમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ૩૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ સાઉદી અધિકારીઓએ તાત્કાલિક સુરક્ષા પગલાં કડક બનાવ્યા છે અને ભારત સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે.

ભારતીય નાગરિકો માટે જાહેર કરી એડવાયઝરી

વધતા જોખમને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસે નાગરિકોને અત્યંત સતર્ક રહેવા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. આ સાથે સોશિયલ મીડિયા પર આ ઘટનાઓ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના વીડિયો કે અસત્ય સમાચારો શેર ન કરવા માટે પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જેદ્દાહમાં ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ રાબેતા મુજબ કાર્યરત છે અને જરૂરિયાતના સમયે નાગરિકો માટે ૨૪ કલાક હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
https://x.com/IndianEmbRiyadh/status/2108190743953322235?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108190743953322235%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

6 ઓક્ટોબરે થયેલા હુમલામાં 2 લોકોના મોત થયા હતા

ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાઓની આકરી શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું છે કે નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 6 ઓક્ટોબરે આભા એરપોર્ટ પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે ૭ ઓક્ટોબરે રિયાધમાં થયેલા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રિયાધમાં એક બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી હતી, જેના કાટમાળ પડવાથી એક કિન્ડરગાર્ટન અને મેડિકલ ક્લિનિક સંકુલને નુકસાન પહોંચ્યું હતું. આ હુમલાઓ હુતી લશ્કર દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરક્ષાની સીધી અસર હવાઇ મુસાફરી પર

આ હુમલાઓના જવાબમાં સાઉદી ગઠબંધને યમનમાં હુથી લશ્કરના 82 જેટલા લશ્કરી ઠેકાણાઓનો નાશ કરીને જોરદાર વળતો પ્રહાર કર્યો છે. સુરક્ષાની આ બગડતી પરિસ્થિતિની સીધી અસર હવાઈ મુસાફરી પર પણ પડી છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા આગામી 10 ઓક્ટોબર સુધી રિયાધ આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેમજ મુસાફરોને ટિકિટ રદ કરવા કે રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમેરિકા SIR માંથી 2,00,000 ભારતીય મતદારોના નામ કમી થવાનો ભય,ટેન્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ