હુથીઓએ એવો પણ દાવો કર્યો હતો કે બેલિસ્ટિક મિસાઇલ સીધી લક્ષ્ય પર અથડાઈ હતી.

બેલિસ્ટિક મિસાઇલ હુમલો

યમનના હુથી બળવાખોરોએ મંગળવારે રાજધાની રિયાધમાં સાઉદી સંરક્ષણ મંત્રાલય પર બેલિસ્ટિક મિસાઇલ હુમલો કરવાનો દાવો કર્યો હતો. હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સારીએ કહ્યું, અમારા સશસ્ત્ર દળોએ દુશ્મનની રાજધાની રિયાધમાં સંરક્ષણ મંત્રાલયને બેલિસ્ટિક મિસાઇલથી નિશાન બનાવ્યું હતું, અને હુમલો સીધો લક્ષ્ય પર અથડાયો હતો. હુથીઓનો દાવો સાઉદી અરેબિયાએ મંગળવારે અગાઉ હુથીઓ દ્વારા છોડવામાં આવેલી બે મિસાઇલોને અટકાવી દીધી હોવાનું કહ્યું હતું તે પછી આવ્યો છે. 

સંરક્ષણ મંત્રાલય પર નિશાન 

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યમનના હુથી બળવાખોરોએ 27 ઓક્ટોબરના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત સંરક્ષણ મંત્રાલય પર બેલેસ્ટિક મિસાઈલ વડે ભયાનક હુમલો કરવાનો સનસનાટીભર્યો દાવો કર્યો છે. હુથી લશ્કરી જૂથનો દાવો છે કે તેમની બેલેસ્ટિક મિસાઈલ સાઉદીના સંરક્ષણ મંત્રાલય પર સીધી જઈને સચોટ નિશાના પર વાગી છે.

હુથી મિલિટ્રીના પ્રવક્તાનું નિવેદન

હુથી સેનાના પ્રવક્તા યાહ્યા સરીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "અમારા શસ્ત્ર દળોએ દુશ્મનની રાજધાની રિયાધ સ્થિત સંરક્ષણ મંત્રાલયને બેલેસ્ટિક મિસાઈલ વડે નિશાન બનાવ્યું છે અને આ હુમલો સીધો લક્ષ્ય પર જઈને લાગ્યો છે." હુથી બળવાખોરોના આ દાવાથી સાઉદી અરેબિયા સહિત સમગ્ર અખાતી દેશોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરની અંદર સંભળાયેલા જોરદાર વિસ્ફોટો અને હુથીઓ દ્વારા સીધા સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવવાની વાત સામે આવ્યા બાદ સાઉદી અરેબિયામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ હુમલામાં કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ચીનને ઝટકો આપી ભારતની L&T ને સોંપ્યો અંડરગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટ