બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીના પર વચગાળાની સરકારે માનવતા વિરુદ્ધ ગુનાઓ કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. યૂનુસ સરકારે કોર્ટમાં શેખ હસીનાને ફાંસીની સજા આપવા માટે માંગ કરી છે. જુલાઇ 2024ના વિદ્રોહમાં હિંસા અને શેખ હસીનાના કાર્યકાળમાં થયેલા ગુનાઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શેખ હસીના બાંગ્લાદેશમાં થયેલી તખ્તા પલટ બાદ ભારતમાં નિવાસ કરી રહી રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત પાસે રજૂઆત કરી છે કે, તેઓ શેખ હસીનાને પરત સોંપી દે.


શેખ હસીના પર શું છે આરોપ ?

ભારત શેખ હસીનાને પરત નથી મોકલી રહ્યા. પરંતુ બાંગ્લાદેશમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેસની સુનાવણી શરુ કરવામાં આવી છે. માનવતા વિરુદ્ધના ગુનાઓમાં શેખ હસીના સામે ગુનાઓ નોંધાયા હતા. જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી છે. યૂનુસની વચગાળાની સરકારે શેખ હસીના માટે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારની નજરોમાં શેખ હસીના દોષિત સાબિત થઇ છે.

ક્યા કેસમાં કરાઇ સુનાવણી ?

તાજુલ ઇસ્લામના જણાવ્યા મુજબ માનવતા વિરુદ્ધના ગુનાઓ 6 જાન્યુઆરી 2009થી 5 ઓગષ્ટ 2024 સુધી કરવામાં આવ્યા હતા. ઇસ્લામે પોતાના ભાષણનો એક મોટો હિસ્સો શેખ હસીનાના પિતા, બાંગ્લાદેશના સંસ્થાપક રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાન વિશે વાત કરવામાં વિતાવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, 'શેખ હસીનાની ઇચ્છા આજીવન બાંગ્લાદેશમાં સત્તા બનાવી રાખવાની હતી. અને તેમના પિતાની પણ આ જ ઇચ્છા હતી.' શેખ હસીના પર હત્યા, હત્યાનો પ્રયાસ, ઉત્પીડન અને ષડયંત્ર જેવા માનવતા હનનના આરોપ લાગ્યા છે. 

  • Follow us on: