બાંગ્લાદેશમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. પરંતુ આ વચ્ચે બાંગ્લાદેશની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં ફરીથી પૂર્વ પીએમ શેખ બસીનાની પાર્ટી અવામી લીગ સત્તામાં પરત ફરવાની તૈયારીઓ કરી રહી છે.
એસ આલમ ગ્રુપના ચેરમેન સૈફુલ્લાહ આલમ મસૂદ શેખ હસીનાના વાપસી માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે એક્ટિવ થયા છે. મસૂદે તાજેતરમાં સાઉદી અરેબિયા, દુબઈ, દિલ્હી અને મુંબઈનો પ્રવાસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ મુલાકાતો આવામી લીગના વાપસી સાથે સંબંધિત છે. 2024ના બળવા પછી ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ભારતમાં રહે છે. આ કારણોસર, મસૂદની દિલ્હી મુલાકાત અને કથિત બેઠકો પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સૌપ્રથમ સાઉદીમાં નેતાઓને મળ્યા
2 ઓગસ્ટના રોજ મસૂદ સિંગાપોરથી સાઉદી અરેબિયા પહોંચ્યો. તેણે ઉમરાહનું કારણ જણાવ્યું હતું પરંતુ એક મીડિયાના અહેવાલ મુજબ તેઓ મક્કાની ક્લોક ટાવર હોટેલમાં ઘણા આવામી લીગ નેતાઓને મળ્યો જે હાલમાં દેશની બહાર છે. એક હોટલ ખરીદવાના સોદા પર પણ ચર્ચા થઈ હતી, જેના ભંડોળનો સંબંધ વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં સાથે હોવાનું કહેવાય છે.
શેખ હસીનાને મળવાનો દાવો
6 ઓગસ્ટના રોજ, મસૂદ એક ખાસ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યો હતો. તેની પત્ની, પુત્ર અને ઇસ્લામિક બેંકના ભૂતપૂર્વ ચેરમેન પણ તેની સાથે હતા. લોકેશન દિલ્હીની પ્રખ્યાત ઓબેરોય હોટેલ હતું જ્યાં તે ઘણા ભાગેડુ આવામી નેતાઓને મળ્યો હતો. સૌથી વધુ ચર્ચાસ્પદ ઘટના 8 ઓગસ્ટની હતી.
મીડિયા અહેવાલો અનુસાર, મસૂદ ગુપ્ત વ્યવસ્થા વચ્ચે લુટિયન્સ ઝોન પહોંચ્યો અને શેખ હસીનાને મળ્યો. આ મુલાકાત લગભગ સાડા પાંચ કલાક ચાલી. સૂત્રોનો દાવો છે કે 4500 કરોડ રૂપિયા એટલે કે લગભગ 3240 કરોડ રૂપિયાના ભંડોળની વાત થઈ હતી. જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય લોબિંગ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોને સક્રિય કરવા માટે થઈ શકે છે.
પૈસાની લેવડદેવડ પણ થઈ
મસૂદે શેખ હસીનાની આ માંગણી સ્વીકારી. 10 ઓગસ્ટના રોજ બીજી બેઠક થઈ. અહેવાલો અનુસાર, મસૂદે તે સમયે 2,500 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા અને બાકીના 2,000 કરોડ નવેમ્બર સુધીમાં આપવાનું વચન આપ્યું હતું. આ પછી, 11 થી 15 ઓગસ્ટ સુધી, તે આરોગ્ય તપાસ માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં રહ્યો. તે 16 ઓગસ્ટના રોજ દિલ્હીમાં છેલ્લી વખત શેખ હસીનાને મળ્યો અને 17 ઓગસ્ટના રોજ સિંગાપોર પાછો ફર્યો.