ભારતના આકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 15 જુલાઈએ અવકાશથી પૃથ્વી પર પાછા ફરી શકે છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)એ તેમના સ્વાસ્થ્યને લઇને માહિતી આપી છે. મહત્વનું છે કે શુભાં શુક્લા હાલ અંતરીક્ષ પર છે. તેઓ 14 દિવસના મિશન પર ગયા છે. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ છે. તેઓ ISS પર જનારા પ્રથમ ભારતીય છે.


સંપૂર્ણ સ્વસ્થ છે શુભાંશુ શુક્લા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ કહ્યું છે કે શુભાંશુ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનું મનોબળ પણ ઊંચું છે.તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સાત વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાંથી ચાર પૂર્ણ થઈ ગયા છે. તેઓ ડ્રેગન અવકાશયાનમાં કેલિફોર્નિયા કિનારા નજીક ઉતરાણ કરશે. પાછા ફર્યા પછી, તેમને 7 દિવસનો પુનર્વસન કાર્યક્રમ આપવામાં આવશે. 

ISRO અનુસાર, શુભાંશુ શુક્લા યુએસ અવકાશ એજન્સી નાસા યુરોપિયન અવકાશ એજન્સીઓ અને એક્સિઓમ સ્પેસના સહયોગથી ચલાવવામાં આવી રહેલા એક્સિઓમ મિશનનો ભાગ છે. તે 14 જુલાઈએ ડ્રેગન અવકાશયાનમાં તેના ત્રણ સાથીઓ - પેગી વ્હિટસન, સ્લેવોસ વુજન્સ્કી અને ટિબોર કાપુ સાથે પરત ફરશે. આ અવકાશયાન 15 જુલાઈએ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે અમેરિકાના કેલિફોર્નિયા કિનારા નજીક સમુદ્રમાં ઉતરશે.

ક્યારે આવશે ધરતી પર?

મહત્વનું છે કે અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુ્કલા પરત વહેલા આવવાના હતા પરંતુ હવે તેમાં 3 દિવસ મોડુ થયુ છે. જો કે કયા સમયે તેઓ પૃથ્વી પર આવશે તેનુ કોઇ અપડેટ આવ્યુ નથી કે તેનો કોઇ ચોક્કસ સમય પણ જાણવા મળ્યો નથી. 11 જુલાઇ એટલે કે આજે અક્સિઓમ સ્પેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં ક્રૂ મેમ્બર પરત ફરશે તેવી જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે 14 જુલાઇ સોમવારે સવારે 7.05 કલાકે સ્પેસ સ્ટેશનથી અનડોક કરવામાં આવશે.

શું હોય છે અનડૉક?

ડોક શબ્દનો ઉપયોગ સ્પેસ કેપ્સ્યુલ્સ, શટલ અને કાર્ગો જહાજો માટે થાય છે. જે સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલા હોય છે. જ્યારે તે સ્પેસ સ્ટેશનથી અલગ થાય છે ત્યારે તે પ્રક્રિયાને 'અનડોક' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણા કારણોસર થાય છે, જેમાં મિશન પૂર્ણ થવાના કિસ્સામાં પૃથ્વી પર પાછા ફરવા અથવા બીજા જહાજને ખસેડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનડોક શબ્દનો ઉપયોગ સમારકામ અથવા તેની દિશા બદલવા માટે પણ થાય છે.

ઉલ્લેખનીય છે કે એક્સિઓમ-4 મિશન 25 જૂને શરૂ થયું હતું. જેમાં એક્સિઓમ-4 ટીમ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી અવકાશ માટે રવાના થઈ હતી. એક્સિઓમ-4 ટીમને ISS સુધી પહોંચવામાં લગભગ 28 કલાક લાગ્યા હતા.


  • Follow us on: