પતિએ પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, તે તેને માનસિક રીતે ત્રાસ આપીને મારી નાખવા માંગે છે. 

કોર્ટે શુ કહ્યુ ? 

અરજીમાં યોગ્યતા શોધી કાઢતા, કોર્ટે પતિ માટે પોલીસ સુરક્ષાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે છૂટાછેડા અને પત્નીના ફોજદારી કેસ પર નિર્ણય ન આવે ત્યાં સુધી પતિને ઘરેલું સુરક્ષા મળતી રહેશે. પત્ની વિરુદ્ધ કેસની સુનાવણી કરતા, સિંગાપોરની કોર્ટે જણાવ્યું હતું કે, પતિની અરજીમાં યોગ્યતા છે. તેથી, અમે તેને ઘરેલું સુરક્ષા આપી રહ્યા છીએ.

શુ છે મામલો ? 

એક પતિએ સિંગાપોર ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેની પત્ની તેને સતત હેરાન કરી રહી છે. પતિના જણાવ્યા મુજબ, તેની પત્નીએ તેની બહેનની અશ્લીલ તસવીરો બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આટલું જ નહીં, પત્ની AIનો ઉપયોગ કરીને એવી છબીઓ બનાવી રહી હતી. જે સામાજિક રીતે વાંધાજનક હતી. જ્યારે કોર્ટે પત્નીને આ અંગે પૂછપરછ કરી, ત્યારે તેણીએ સ્વીકાર્યું. ત્યારબાદ કોર્ટે ચુકાદો આપ્યો કે તેના પતિનું રક્ષણ કરવું જરૂરી છે. પતિએ કોર્ટને કહ્યું કે તેની પત્ની તેની સાથે ઝઘડો કરી રહી છે જેથી તે તેના પિતાને $79,000 ન આપી શકે. તેના પિતા હાલમાં બીમાર છે અને તેમને તબીબી સારવારની જરૂર છે. પતિના જણાવ્યા મુજબ, જ્યારે તેણે તેના પિતાને પૈસા આપવાનું નક્કી કર્યું, ત્યારે તેની પત્નીએ તેનો વિરોધ કર્યો હતો. 

પતિને કેવી રીતે રક્ષણ મળશે?

કોર્ટે આ કેસમાં વ્યક્તિગત સુરક્ષા કાયદાનો આદેશ આપ્યો. આ હેઠળ, પતિ હવે પોલીસ સુરક્ષા હેઠળ રહેશે. સમગ્ર કેસમાં પોલીસ દેખરેખ રાખવામાં આવશે. સિંગાપોરમાં વ્યક્તિગત સુરક્ષા માટેની જોગવાઈ છે. વધુમાં, કોર્ટને ઘરેલુ બાકાત રાખવાનો આદેશ જારી કરવાની સત્તા છે, જે પતિ-પત્નીને ચોક્કસ સ્થળે જવાથી પ્રતિબંધિત કરે છે. કોર્ટના નિર્ણય બાદ, પત્ની હવે તેના પતિને હેરાન કરી શકશે નહીં. જો પત્ની આવું કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચોઃ 32,500 કરોડના 7 મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી, દેશના 9 રાજ્યોને થશે મોટો ફાયદો