ટ્રેન અકસ્માતમાં 20 યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
ટ્રેન થઇ ક્ષતિગ્રસ્ત
કોર્ડોબાના અગ્નિશમન પ્રમુખ ફ્રાંસિસ્કો કારમોનાએ સ્પેનના રાષ્ટ્રીય રેડિયો આરએનઇએ જણાવ્યુ હતુ કે, બે ટ્રેન વચ્ચે ટક્કર થયા બાદ ટ્રેન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી. ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અને ઘટનાસ્થળે સ્થિતિ તંગ બની હતી. દક્ષિણ સ્પેનમાં તેજ ગતિએ આવી રહેલી બે ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માત બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 20 યાત્રીઓના મોત થયા હતા. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.
બન્ને ટ્રેનમાં હતા 500 જેટલા યાત્રી
ટ્રેન દુર્ઘટના કોર્ડોબા પ્રાંતના આદમૂજ પાસે થઇ હતી. જેના કારણે મૈડ્રીડ અને અંડાલૂસિયા વચ્ચેની ટ્રેન સેવા થોડા સમય માટે રોકવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડાયા છે. તંત્રના જણાવ્યા અનુસાર બન્ને ટ્રેનમાં 500 જેટલા યાત્રીઓ સવાર હતા. કોર્ડોબાના અગ્નિશમન પ્રમુખ ફ્રાંસિસ્કો કારમોનાએ સ્પેનના રાષ્ટ્રીય રેડિયો આરએનઇએ કહ્યુ હતુ કે, એક ટ્રેન ક્ષતિગ્રસ્ત થઇ છે. જેના 4 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.
રાહત અને બચાવકાર્ય શરુ
ટ્રેન અકસ્માત બાદ રાહત અને બચાવકાર્ય શરુ કરાયુ હતુ. અને જરુરિયાતમંદોને પ્રાથમિક જરુરિયાતનો સામાન આપવામાં આવી રહ્યો હતો. સ્પેનમાં યાત્રા માટે લોકપ્રિય સાધન એટલે ટ્રેનને ગણવામાં આવે છે. જે રાષ્ટ્રીય નેટવર્ક પર ચાલે છે. સ્પેનની સેના ઇમરજન્સી વિભાગ સાથે મળીને કાર્ય કરી રહી છે.
