IRGCએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, યુએસ નાકાબંધી ચાલુ રહે ત્યાં સુધી કોઈપણ જહાજ પસાર થયુ તો તેને નિશાન બનાવાશે.

અલ્પજીવી રહ્યો નિર્ણય

હમણા સુધી કહેવાતુ હતુ કે, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ફરી ખુલશે, પરંતુ માત્ર 24 કલાકમાં બધું બદલાઈ ગયું હતુ. . ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. ઇરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોસ્ટ કર્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું છે અને સામાન્ય ટ્રાફિક માટે તૈયાર છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ તેમનું સ્વાગત કર્યું અને તેમનો આભાર માન્યો. આ સમાચાર મળતાં, તેલના ભાવમાં 10%નો ઘટાડો થયો. વૈશ્વિક તેલ બજારમાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો, પરંતુ તે અલ્પજીવી રહ્યો હતો.

IRGCની સ્પષ્ટતા

થોડા કલાકો પછી, ઈરાનના અર્ધ-સત્તાવાર મીડિયાએ ઈરાની વિદેશ મંત્રી અરાઘચીના નિવેદનની ટીકા કરી. આ પછી, અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે ઈરાની બંદરો પર તેની નાકાબંધી સંપૂર્ણ તાકાત સાથે ચાલુ રહેશે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એક સીધું નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટની નજીક પહોંચવું એ દુશ્મન સાથે સહયોગ માનવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ જહાજને નિશાન બનાવાશે. IRGCએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી હોર્મુઝમાં કડક પગલાં લેવામાં આવશે.

ઈરાન-યુએસ વાતચીતનું શું છે ભવિષ્ય ?

ટ્રમ્પેકહ્યું હતું કે, ઈરાન સાથે વાતચીત ખૂબ સારી રીતે ચાલી રહી છે. પરંતુ તેઓ બ્લેકમેલ સ્વીકારશે નહીં. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ કહે છે કે તે નવા યુએસ પ્રસ્તાવોની સમીક્ષા કરી રહી છે. પરમાણુ સંવર્ધન અને સંવર્ધન યુરેનિયમ પર બંને પક્ષો હજુ પણ ઘણા દૂર છે. ઇસ્લામાબાદમાં બંને દેશો દ્વારા સંમત થયેલ યુદ્ધવિરામ 21 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું, હું કદાચ તેને લંબાવીશ નહીં. નાકાબંધી ચાલુ રહેશે અને આપણે ફરીથી બોમ્બમારો કરવો પડી શકે છે. બંને પક્ષો તરફથી વાક્ય વધુ તીવ્ર બન્યું છે.

આ પણ વાંચોઃ Hormuz Strait: ભારતે ઇરાન સામે જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા કેમ કહ્યુ?, જાણો

  • Follow us on: