વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સામાન્યતા પરત આવવાની આશા વચ્ચે, હોર્મુઝમાં બનેલી તાજેતરની ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક તણાવ વધાર્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નવી ચેતવણી
આ જહાજોએ ઈરાની અધિકારીઓ સાથે સંકલન કર્યા વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવીએ દરમિયાનગીરી કરી અને તેમને અટકાવ્યા. ઈરાની નૌકાદળે ગલ્ફ અને ઓમાનના પાણીમાં તમામ જહાજોને ચેતવણી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાનની સંમતિ વિના કોઈપણ નવો અથવા વૈકલ્પિક દરિયાઈ માર્ગ અસ્વીકાર્ય છે.
જહાજની સલામતી માટે ખતરો
ઈરાનના ગલ્ફ વોટર્સ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશને અલગથી ચેતવણી આપી છે કે કોઈપણ જહાજ પરવાનગી વિના તેહરાને સ્થાપિત કરેલા વિસ્તાર સિવાય અન્ય કોઈપણ વિસ્તારમાંથી પસાર થશે નહીં. પરવાનગી વિના નિર્ધારિત માર્ગથી અલગ માર્ગ અપનાવવાથી જહાજની સલામતી માટે ખતરો ઉભો થઈ શકે છે. ભવિષ્યમાં આવા જહાજોને નેવિગેશન સેવાઓ પૂરી પાડવાથી પણ પ્રતિબંધિત કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ નિયમોના ઉલ્લંઘનથી થતા કોઈપણ પરિણામોની જવાબદારી ફક્ત જહાજના માલિકો, સંચાલકો અને કમાન્ડરોની રહેશે.
વિવાદનું મુખ્ય કારણ શું?
યુએસ અને છ ગલ્ફ દેશોએ સંયુક્ત નિવેદન જારી કરીને ઈરાનના દાવાને નકારી કાઢ્યો કે તે આ દરિયાઈ માર્ગમાંથી પસાર થતા જહાજો પર કર વસૂલ કરી શકે છે. ઈરાને આ નિવેદનને ઉશ્કેરણીજનક અને બેજવાબદાર ગણાવ્યું હતુ. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘરીબાદીએ X પર એક પોસ્ટમાં લખ્યું, હતુ કે, જ્યાં સુધી ઈરાનની ભૂમિકા સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગની ખાતરી આપી શકાતી નથી. આ તણાવ વચ્ચે, 26 જૂને ક્રૂડ ઓઈલના ભાવમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ખાડી દેશોની તેમની મુલાકાત પૂર્ણ કરતા કહ્યું કે જો ઈરાન જહાજોને રોકવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરશે, તો તે એક મોટી સમસ્યા બની જશે.
આ પણ વાંચોઃ ખોળામાં બાળક અને સામે હાઈ-પ્રોફાઈલ બેઠક, બેવડી જવાબદારી નિભાવી સ્વીડિશ મંત્રીએ જીત્યા દિલ













