અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ભારતમાં ટ્રમ્પ પ્રશાસન સામે ઉગ્ર રોષ જોવા મલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકારે નવા અમેરિકી હથિયાર અને વિમાન ખરીદવાની યોજનાને સ્થગિત કરી દીધી હોવાના અહેવાલ આવ્યા છે. સમાચારો મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિકાસ પર લગાવાયેલા ટેરિફને દાયકાઓથીઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાગૂ કરાયા પછી ભારતમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા અમેરિકી હથિયારો અને વિમાનોની ખરીદીની યોજના હાલ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી મામલે જોડાયેલા ભારતીય અધિકારીઓએ આપી છે.
ભારત તરફથી અસંતોષ દર્શાવતું આ પહેલું મોટું પગલું
રિપોર્ટ મુજબ, ટ્રમ્પ દ્વારા નિકાસ પર વધુ ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત તરફથી અસંતોષ દર્શાવતું આ પહેલું મોટું પગલું છે. ટ્રમ્પે 6 ઓગસ્ટે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો. પરિણામે, ભારતીય નિકાસ પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે, જે અમેરિકાના કોઈપણ વેપારી સાથીદારોમાં સૌથી વધુ છે.
ટ્રમ્પનો ભવિષ્યમાં ટેરિફ મુદ્દે વલણ બદલવાનો ઇતિહાસ
જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ભવિષ્યમાં ટેરિફ મુદ્દે વલણ બદલવાનો ઇતિહાસ રહ્યો છે. ભારતે કહ્યું છે કે તે અમેરિકન સરકાર સાથે વાતચીતમાં સક્રિય રીતે જોડાયેલું છે. એક અધિકારીએ જણાવ્યું કે, "ટેરિફ અને દ્વિપક્ષીય સંબંધોની દિશા સ્પષ્ટ થયાં પછી રક્ષા ખરીદી આગળ વધી શકે છે, પરંતુ જલ્દી નહીં સએવી શક્યતા છે.
હજી સુધી ખરીદી અટકાવવાનો કોઈ લેખિત આદેશ નહી
એક અધિકારીએ જણાવ્યું કે હજી સુધી ખરીદી અટકાવવાનો કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો નથી, જે દર્શાવે છે કે દિલ્હી પાસે હજી પણ પોતાનો નિણર્ય બદલવાનો વિકલ્પ ખુલ્લો છે. તેમ છતાં હજી સુધી કોઈ પ્રગતિ નથી.
ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારી
તાજેતરના વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારી રહી છે, પરંતુ આ નવા ટેરિફ પછી ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેને અન્યાયપૂર્ણ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે. સાથે એમ પણ ઉલ્લેખ કર્યો કે અમેરિકા અને યુરોપીયન દેશો પોતાનાં હિત માટે રશિયા સાથે વેપાર કરી રહ્યાં છે.
આ વિમાનોની ખરીદી ટાળી દેવાઇ
રિપોર્ટ અનુસાર, General Dynamics Land Systems દ્વારા બનાવવામાં આવેલા સ્ટ્રાઇકર લડાકૂ વાહનો અને Raytheon તથા Lockheed Martin દ્વારા વિકસાવવામાં આવેલી Javelin એન્ટી-ટેંક મિસાઇલની ખરીદીની ચર્ચા હાલ ટાળી દેવામાં આવી છે.
અસંતોષનો આ મજબૂત સંકેત
આ હથિયારો અંગેની સાંકળાયેલ યોજનાની જાહેરાત ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સંયુક્ત ઉત્પાદન પણ સામેલ હતું. ટેરિફને સૌથી નીચલા સ્તર પર લઇ ગયા બાદ ભારતની તરફથી આવેલા અસંતોષનો આ મજબૂત સંકેત માનવામાં આવે છે.