અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિએ ભારત અને અમેરિકા વચ્ચેના દાયકા જુના રાજનિતીક અને વ્યૂહાત્મક સંબંધોને નબળા પાડ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પર લગાવાયેલા આકરા અને ભારે ટેરિફ ખાસ કરીને રશીયન તેલ ખરીદવાના કારણે ભારતને રશિયા અને ચીનની નજીક લાવી શકે છે. ટ્રમ્પે ભારત પર ભારે શુલ્ક (ટેરિફ) લગાવ્યો, જ્યારે ચીન માટે તેઓ નરમ રહ્યા – જે ભારત માટે ન્યાયસંગત નથી.


ચીન માટે તેઓ નરમ રહ્યા

બોલ્ટને કહ્યું કે ટ્રમ્પે એપ્રિલમાં ચીન સાથે સામાન્ય વ્યાપારીક અથડામણની શરુઆત કરી હતી પણ પછી પાછળ હટી ગયા હતા. જ્યારે ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો ભારે શુલ્ક (ટેરિફ) લગાવ્યો, જ્યારે ચીન માટે તેઓ નરમ રહ્યા – જે ભારત માટે ન્યાયસંગત નથી.

ચીન પર એવું કોઈ શુલ્ક લાગુ પડ્યું નહીં

ટ્રમ્પનું કહેવું હતું કે ભારત રશિયાથી તેલ ખરીદી દ્વારા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ માટે નાણાં આપી રહ્યો છે. પણ જોકે, ચીન પર એવું કોઈ શુલ્ક લાગુ પડ્યું નહીં.

ભારત અમેરિકાથી દૂર જઈને રશિયા અને ચીનની નજીક જઈ શકે

બોલ્ટને કહ્યું કે આ શુલ્કના કારણે ભારત અમેરિકાથી દૂર જઈને રશિયા અને ચીનની નજીક જઈ શકે છે. તેમણે કહ્યું કે આ નીતિ અમેરિકા માટે સૌથી ખરાબ પરિણામ આપી શકે છે. કારણ કે ભારતે ઉગ્ર વિરોધ કર્યો છે.

કારણ કે ભારત આ ટેરિફને કાયમ યાદ રાખશે

આ તરફ અમેરિકી વિશેષજ્ઞ ક્રીસ્ટોફર પડીલાએ પણ ચેતવણી આપી કે આ ટેરિફ ભારત અમેરિકા સંબંધો ને લાંબા સમય સુધી નુકશાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે આ ભવિષ્યમાં સવાલ ઉઠી શકે છે શું અમેરિકા એક ભરોસાપાત્ર સાથીદાર છે કે કેમ કારણ કે ભારત આ ટેરિફને કાયમ યાદ રાખશે

રાષ્ટ્રપતિ પુતિન અને ટ્રમ્પ એકબીજાને મળી રહ્યા છે

ઉલ્લેખનિય છે કે ટૂંક નજીકના સમયમાં રાષ્ટ્રપતિ પુતિન અને ટ્રમ્પ એકબીજાને મળી રહ્યા છે. બોલ્ટને કહ્યું કે તે પુતિનને ઘણા મોરચા પર પોતાની પણનીતિ આગળ વધારવાનો મોકો આપશે અને તે ભારત પર ટેરિફનો મુદ્દો પણ પોતાના પક્ષ માટે વાપરી શકે છે. 

  • Follow us on: