માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X અને તેના AI ચેટબોટ Grok હાલમાં ભારે વિવાદમાં ફસાયા છે. Grok AI દ્વારા મહિલાઓની અશ્લીલ અને વાંધાજનક તસવીરો બનાવવામાં આવી હોવાના આરોપો બાદ એલન મસ્ક માટે મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ મામલો માત્ર ટેક્નોલોજીનો નથી, પરંતુ ઓનલાઈન સુરક્ષા, મહિલાઓના અધિકારો અને AIના જવાબદાર ઉપયોગ સાથે સીધો જોડાયેલો છે.
UKમાં X પર પ્રતિબંધ
અહેવાલ મુજબ, યુકેના PM કીર સ્ટાર્મરે દેશના મીડિયા રેગ્યુલેટર ઓફકોમને આ મુદ્દે કડક પગલાં લેવા કહ્યું છે. Grok AI દ્વારા પોર્નોગ્રાફિક છબીઓ બનાવવાના ખુલાસા પછી યુકે સરકારે X ને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પ્લેટફોર્મ પરથી આવી સામગ્રી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો યુકેમાં X પર પ્રતિબંધ લાગી શકે છે.
કંપની પર અબજો પાઉન્ડનો દંડ
UKમાં ઓનલાઈન સેફ્ટી એક્ટ હેઠળ રેગ્યુલેટરને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. આ કાયદા મુજબ કંપની પર અબજો પાઉન્ડનો દંડ લગાવી શકાય છે અથવા જરૂર પડે તો પ્લેટફોર્મની ઍક્સેસ સંપૂર્ણ રીતે બ્લોક પણ કરી શકાય છે. X ના વિશ્વભરમાં આશરે 650 મિલિયન વપરાશકર્તાઓ છે, જેમાંથી લગભગ 20 મિલિયન UKમાં છે. એટલે કે પ્રતિબંધ લાગ્યો તો તેનો મોટો અસરકારક ફટકો પડશે.
કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવશે
અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રતિબંધ પહેલાં કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવશે, જેમાં તપાસ, પ્રાથમિક નિર્ણય અને કંપનીને પોતાનું સ્પષ્ટીકરણ આપવાની તક સામેલ છે. જો X ઓફકોમની ચિંતાઓનું સમાધાન કરવામાં નિષ્ફળ જશે, તો Ukમાં પ્લેટફોર્મ બંધ થવાની શક્યતા નકારી શકાય નહીં.
https://twitter.com/priyankac19/status/2006979351217324527
UK પૂરતી સીમિત
આ વિવાદની અસર UK પૂરતી સીમિત નથી. ભારતમાં પણ AIના દુરુપયોગ અંગે સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને AI ટૂલ્સ દ્વારા મહિલાઓની અશ્લીલ તસવીરો બનાવવાના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકારને મહિલાઓના અધિકારો અને ડિજિટલ સુરક્ષા માટે કડક પગલાં લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Viral Video : હાથ નહીં, છતાં અદ્ભુત રીતે રમે છે વોલીબોલ, વીડિયો ચોંકાવી દેશે