વર્ષ 2025 માં ટેસ્લા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી સોલ્યુશન માટે લોકપ્રિય આ કંપની હવે સ્માર્ટફોન ઉદ્યોગમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર ટેસ્લાના ફર્સ્ટ ટેસ્લા 5G સ્માર્ટફોન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ટેસ્લા ખરેખર સ્માર્ટફોન ઉદ્યોગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જો આવું થાય તો એપલ, સેમસંગ અને ગુગલ જેવી મોટી કંપનીઓનું ટેન્શન વધી શકે છે.
ટેસ્લાનો સ્માર્ટફોન કેમ ખાસ રહેશે?
ટેસ્લા હંમેશા ટેકનોલોજી અને જીવનશૈલીને જોડતી પ્રોડક્ટ્સ બનાવતી રહી છે. અહેવાલો અનુસાર આ વિચાર તેના પહેલા સ્માર્ટફોનમાં પણ પ્રતિબિંબિત થઈ શકે છે. આ ફોન ખાસ કરીને પ્રીમિયમ વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. જેઓ સ્પીડ, પર્ફોમન્સ અને ભવિષ્યવાદી તકનીકનો ઉપયોગ કરવાના શોખીન છે.
સ્પીડ અને એફિશિયન્સી કેવી હશે?
સ્પીડ અને એફિશિયન્સી મામલે આ સ્માર્ટફોન કસ્ટમ ફ્લેગશિપ ચિપસેટથી સજ્જ હોઇ શકે છે. તેમાં 16GB RAM અને 512GB સ્ટોરેજ વિકલ્પ હોઈ શકે છે. જે ભારે એપ્લિકેશનો, ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ઉત્તમ સાબિત થશે.
ડિસ્પ્લે અને કેમેરા કેવા હશે?
6.8 ઇંચ AMOLED ડિસ્પ્લે જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. જે શાર્પ, સ્મૂધ વિઝ્યુઅલ્સ, ગેમિંગ અને મૂવીઝ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. ફોટો-વિડિયો માટે 108MP પ્રાઇમરી કેમેરા, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો લેન્સ જોઈ શકાય છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 40MP કેમેરા આગળના ભાગમાં આવી શકે છે.
બેટરી અને ચાર્જિંગ
5000mAh બેટરી જે 100W અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. ટેસ્લા OS અને સ્માર્ટ ઇન્ટિગ્રેશન, ટેસ્લા કારમાં ડાયરેક્ટ કનેક્ટિવિટી અને કારની બેટરી સ્ટેટસ, કંટ્રોલ અને સ્માર્ટ ફીચર્સ સીધા ફોન સાથે કનેક્ટ થશે.
કિંમત અને ક્યારે થશે લોન્ચ ?
હાલમાં કંપનીએ તેની સત્તાવાર માહિતી શેર કરી નથી. આ બધી માહિતી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર છે. એવી શક્યતા છે કે ટેસ્લા ફોનની કિંમત $1,099 (લગભગ 90,000 રૂપિયા) હોઈ શકે છે. પહેલા આ ફોન ઉત્તર અમેરિકા અને યુરોપમાં લોન્ચ થઈ શકે છે. આ પછી તે એશિયા તેમજ ભારતમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે.
(DISCLAIMER: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી પુરતી છે આ માહિતીની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી)