સ્પેસ એક્સ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો વિવાદ સમગ્ર દુનિયાએ જોયો છે. હજુપણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. ટ્ર્મ્પ અને મસ્ક એકબીજા પર આરોપ પ્રતિઆરોપનો દૌર ચલાવી રહ્યા છે. આ વખતે મસ્કે ટ્ર્મ્પના સોશિયન મીડિયા પ્લેટફોર્મ પર કટાક્ષ કરતા પૂછ્યુ છે કે, ટ્રુથ સોશિયલ શું છે?. અગાઉ જ્યારે મસ્કે પોતાનો નવો પક્ષ 'અમેરિકન પાર્ટી'ની જાહેરાત કરી હતી. ત્યારે ટ્રમ્પે તેમનો મજાક ઉડાવ્યો હતો.


બિલ બન્યુ વિવાદનું કારણ

વર્ષ 2024માં દુનિયામાં સૌથી વધુ ચર્ચિત મિત્રતા કોઇ રહી હતી તો તે છે ડૉનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બન્ને લોકો સાથે જ જોવા મળ્યા હતા. મસ્કે ચૂંટણી માટે 200 મિલિયન કરતા પણ વધુનો ખર્ચ કર્યો હતો. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ મસ્કને તેમની સરકારમાં મહત્ત્વનું પદ આપ્યુ હતુ. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી બન્ને વચ્ચે વિવાદ વકર્યો છે. અને મસ્કે તેમની સરકારમાંથી રાજીનામું આપ્યુ છે. એક સમય એવો હતો કે, જ્યારે ટ્ર્મ્પ અને મસ્ક વચ્ચે મજબૂત મિત્રતા અને પારિવારીક સંબંધો હતા. મસ્કના સંતાનો વ્હાઇટ હાઉસમાં રમવા માટે પણ આવતા હતા.

'ટ્રુથ સોશિયલ શું છે?'

એલન મસ્કે ડૉનાલ્ડ ટ્ર્મ્પ સમક્ષ કટાક્ષ કર્યો છે. ટ્રુથ સોશિયલ એક ઓલ્ટ ટેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેને ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ બનાવાયુ છે. આ એક અમેરિકી મીડિયા એન્ડ ટેક્નોલોજી કંપની છે. જેના મોટા ભાગના શેર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પાસે છે. જેના કારણે આ ટ્ર્મ્પનું પોતાનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બન્યુ છે. જેને 21 ફેબ્રુઆરી 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. એક્સ જ્યારે ટ્વીટર હતુ ત્યારે ટ્ર્મ્પ પર પ્રતિબંધ લગાવાયો હતો. અને જ્યારે એક્સ તરીકે મસ્કે તેને લોન્ચ કર્યુ હતુ. ત્યારે પણ ટ્રમ્પ ટ્રુથ સોશિયલ પર જ સક્રિય હતા.

વિવાદ પહોંચ્યો ચરમસીમાએ

ટ્રમ્પ અને મસ્કના ઝઘડાનું કારણે ટ્રમ્પનું 'બીગ બ્યુટીફુલ બિલ' છે. જેનો વિરોધ મસ્કે કર્યો હતો. આ વિરોધ બાદ તેમની વચ્ચે વિવાદ વધ્યો હતો. અને હવે મસ્કે પોતાની પાર્ટી અંગે જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે પોતાના ચર્ચાસ્પદ 'બીગ બ્યુટીફુલ બિલ'માં ઇલેક્ટ્રીક વાહનમાંથી મેનેડેટ હટાવવા પર મસ્કની નારાજગીનો ઉલ્લેખ કર્યો છે. મસ્કે જણાવ્યુ હતુ કે, તેઓ બીલમાં હાજર રાષ્ટ્રીય કર્ઝ અને અન્ય પ્રાવધાનોનું સમર્થન નથી કરતા. જેના કારણે આ વિવાદ વધુ વકર્યો છે. 

  • Follow us on: