એલોન મસ્કે અમેરિકામાં નવો રાજનૈતિક પક્ષ 'અમેરિકન પાર્ટી'ની સ્થાપના કરી છે. જે ડૉનાલ્ડ ટ્રમ્પ અને હાજર બે પક્ષોને સીધી રીતે પડકારે છે. મસ્કનો હેતુ સંસદ પર પ્રભાવ નાંખવાનો છે. તેઓએ બિગ બ્યુટીફુલ બિલ જેવા વિધેયકોના વિરોધમાં આ પગલા લીધા છે. મસ્કે જણાવ્યુ છે કે, તેઓએ આ નવા પક્ષની સ્થાપના જનતાની સ્વતંત્રતાની રક્ષા માટે બનાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો.
મસ્કની પાર્ટીનો પ્લાન શું છે ?
એલોન મસ્કે પોતાની પક્ષની સ્થાપના કરતાની સાથે જ પોસ્ટ મુકી છે કે, જ્યારે વાત બરબાદી અને ભ્રષ્ટચારથી દેશના દેવાળા ફુંકવાની હોય છે ત્યારે આપણે પાર્ટી સિસ્ટમમાં હોય છે. લોકતંત્રમાં નહી. પરંતુ અમેરિકન પાર્ટી તમને તમારી આઝાદી પરત આપશે. તેના માટે જ આ પાર્ટી બનાવી હોવાનું મસ્કે જણાવ્યુ હતુ. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે વર્ષ 2024માં અમેરિકી સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ સંપૂર્ણ ચૂંટણીની ફંડિંગની સાથે મેનેજમેન્ટનું કાર્ય સંભાળ્યુ હતુ,. એવી પણ વાતો વહેતી થઇ હતી કે, મસ્કના કારણે જ ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા. પરંતુ મસ્કે નવો પક્ષ સ્થાપિત કરીને ટ્રમ્પને પડકાર ફેંક્યો છે. મસ્કની પાર્ટી અમેરિકામાં બદલાવ લાવશે અને બિલ દ્વારા થતા નુકસાનને રોકશે.
મસ્ક બનશે ટ્રમ્પ માટે મુસીબત
અમેરિકામાં હાલમાં જ સંસદમાં બિગ બ્યુટીફુલ બિલ પસાર કરવામાં આવ્યુ છે. જેનો વિરોધ મસ્કે કર્યો હતો. આ એ જ બિલ છે જેના કારણે ટ્ર્મ્પ અને મસ્ક વચ્ચે અંતર આવ્યુ હતુ. સંસદમાં આ બિલને 218માંથી 214 વોટ મળ્યા હતા. હવે મસ્ક આ પ્રકારના વોટને પોતાના તરફ લાવવા માગે છે. કે જેનાથી ભવિષ્યમાં આ પ્રકારના બિલ સંસદમાં જ રોકી શકાય. અમેરિકામાં દર બે વર્ષે 435 યૂએસ હાઉસ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવે છે. આ સિવાય સેનેટના 100 સભ્યમાંથી એક તૃત્તાંશ સભ્યો જે 6 વર્ષ પૂર્ણ કરે છે તે દર બે વર્ષે ચૂંટાય છે. આ સભ્યો પર મસ્કની નજર છે. આગામી ચૂંટણીમાં સંસંદ અને વિપક્ષને મજબૂત કરવા માટે મસ્ક રણનીતિ તૈયાર કરી રહ્યા છે.