એલોન મસ્કે ડૉનાલ્ડ ટ્રમ્પના નવા ટેક્સ અને ખર્ચ બિલને 'વિનાશકારી' કહીને પ્રહાર કર્યા છે. મસ્કે જણાવ્યુ છે કે, આ બિલ અમેરિકાની મોટાભાગની નોકરીઓ ખત્મ કરી નાંખશે. અને ભવિષ્યમાં મોટું નુકસાન કરશે. એલોન મસ્કે આ બિલને મૂર્ખતાથી ભરેલું કહ્યુ છે. ટેક્સ અને ખર્ચ બિલને સેનેટની મંજૂર મળી ગઇ છે. ટ્રમ્પે આ બિલની મંજૂરીને મોટી તાકાત ગણાવી છે. તો મસ્કે મૂર્ખતાથી ભરેલું કહ્યુ છે.


બિલે મહત્વપૂર્ણ તબક્કો પાસ કર્યો

અમેરિકી સંસદના ઉચ્ચ સદન સેનેટમાં ડૉનાલ્ડ ટ્રમ્પના 'બીગ બ્યુટીફુલ બિલ' એટલે કે ટેક્સ અને ખર્ચ બિલે મહત્વપૂર્ણ તબક્કો પાસ કર્યો છે. આ બિલના પક્ષમાં 51 અને વિરોધમાં 49 વોટ પડ્યાં હતા. ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સે સદનમાં હાજર રહ્યા હતા. અને બિલને પસાર કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને મહત્ત્વની જીત ગણાવી હતી. ગંભીર માહોલની વચ્ચે પણ તેઓએ પોતાની જીત મેળવી હતી.

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફરી તણાવ

હાલ ફરી ડૉનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ છે. આ બિલ માટે અગાઉ મસ્કે વિરોધ કર્યો હતો. અને હાલ જ્યારે આ બિલ પાસ થયુ છે ત્યારે મસ્કે ફરી ટ્રમ્પ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. આ વિરોધ દરમિયાન મસ્કે DOGEના પ્રમુખ સ્થાનેથી રાજીનામું આપ્યુ હતુ. પરંતુ ફરી આ બાબતને લઇને બન્ને દિગ્ગજો એકબીજાના વિરોધમાં જોવા મળ્યા છે. મસ્કે પ્રિન્સટનના એનર્જી એન્જિનીયર જેવી જેનકિંસની વાતોને સમર્થન આપ્યુ છે. તેઓએ આ ઉર્જા નીતિને ભયાનક કરાર આપ્યા છે. આ બિલ અમેરિકાને દેવાના ડુંગર તળે દટાઇ જશે. 

  • Follow us on: