ટેસ્લાએ રોબોટેક્સી સર્વિસની શરૂઆત કરી છે. જેની જાહેરાત ખુદ ટેસ્લાના સીઇઓ એલન મસ્કે એક પોસ્ટ થકી કરી છે. આ ટેક્સીની શરૂઆત ઓસ્ટિનમાં થઇ છે અને તેની ફર્સ્ટ રાઇડની કિંમત લગભગ 4.20 અમેરિકી ડોલર એટલે કે 364 રૂપિયા જેટલી છે.
ડ્રાઇવર વિનાની ટેક્સી ?
આ એક ડ્રાઇવર વિનાની ટેક્સી છે. જેમાં સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે જેની મદદથી આ ટેક્સી ડ્રાઇવર વિના ચાલી શકે છે. ઓસ્ટિનમાં રવિવારની સવારે આ સેલા શરૂ થઇ. જેમાં રસ્તા પર ડ્રાઇવર વિનાની ટેક્સી સડસડાટ દોડતી જોવા મળી . જેમાં કોઇ ડ્રાઇવર ન હતો. જેને કારણે આ ટેક્સીએ અન્ય લોકોને પણ આકર્ષિત કર્યા. ઇલેક્ટ્રીક વ્હિકલ મેકર તરફથી આ અંગે ડિટેલ્સમાં કોઇ સત્તાવાર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.
ડ્રાઇવર વિનાની ટેક્સી ચાલે કેવી રીતે ?
આ દરમિયાન કંપનીએ ઘણા ઇન્ફ્લુએન્સર્સને ઇન્વાઇટ કર્યા હતા અને તેમાં મુસાફરી કરવામાં કહ્યું હતું, આ ટેક્સીની ખાસ વાત એ છે કે તે ડ્રાઇવર વિના કામ કરે છે. કંપનીએ આ માટે અપ્રુવલ પણ મેળવી લીધી છે. હવે જાણીએ કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
આ કારમાં કેટલાક ખાસ સેન્સર છે. કેમેરા અને હાર્ડવેરનો ઉપયોગ કરાય છે. જેમાં કેમેરા, ન્યૂરલ નેટવર્ક અને ઓટો પાયલટ હાર્ડવેરનો યૂઝ કર્યો છે. આ તમામની સાથે મળીને એફએસડી સિસ્ટમ કામ કરે છે અને સેફ્ટીની ગેરંટી આપે છે.
આ રોબો ટેક્સીમાં નેવિગેશન માટે એઆઇ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે લેન ચેન્જ કરવી, ટર્ન લેવો તથા ટ્રાફિક લાઇટ્સ પર રોકવા અને પાર્કિંગ સ્પોટ વગેરેને ઓળખવામાં મદદ કરે છે. ટેસ્લા રોબોટેક્સી આવ્યા બાદ ટ્રાન્સપોર્ટની દુનિયામાં નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. મહત્વનું છે કે ભારતમાં ટ્રાન્સપોર્ટમાં સૌથી મોટી ચિંતા સેફ્ટી છે.













