AIનો ઉપયોગ કરીને પહેલો ડેમ બનાવવામાં આવ્યો છે. અને તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જા 1,80,000 અમેરિકન ઘરોને એક વર્ષ માટે વીજળી આપી શકે છે.

AI અને ડિજિટલ ટ્વીન ટેકનોલોજીનો ઉપયોગ

ચીની વૈજ્ઞાનિકો ઘણીવાર સસ્તા અને ટકાઉ પ્રોજેક્ટ્સ બનાવે છે. પરંતુ હવે તેઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચીને AI અને ડિજિટલ ટ્વીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક આખો ડેમ બનાવ્યો છે. ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં બનેલો આ ડેમ, AI અને ડિજિટલ ટ્વીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો વિશ્વનો પ્રથમ ડેમ છે. દશાક્સિયા ડેમ શનિવારે પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. તે શિનજિયાંગના અક્સુ પ્રાંતમાં કુમારક નદીના મધ્ય અને નીચલા ભાગમાં સ્થિત છે.

કોંક્રિટ-ફેસ રોકફિલ ડેમ

રાજ્યની માલિકીની ચાઇના એનર્જી એન્જિનિયરિંગ કોર્પોરેશન દ્વારા ડિઝાઇન કરાયેલા આ ડેમ વિશ્વનો સૌથી ઊંચો કોંક્રિટ-ફેસ રોકફિલ ડેમ છે. તેની ઊંચાઈ 247 મીટર છે. જે ચીની મીડિયા અનુસાર લગભગ 80 માળની ઇમારત જેટલી છે. આ પ્રકારના બંધમાં પાણીને રોકવા માટે બનાવવામાં આવેલા ઘન ખડકો અથવા કાંકરાનો મોટો જથ્થો હોય છે, જેની ટોચ પર કોંક્રિટ સ્લેબ હોય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, આ બંધ ડિઝાઇન લોકપ્રિય બની છે કારણ કે તેને સલામત, ખર્ચ-અસરકારક અને ઊંચા બાંધકામો માટે યોગ્ય માનવામાં આવે છે.

ખેતીલાયક જમીનને મળશે પાણી

દશક્સિયા પ્રોજેક્ટે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વિશ્વમાં તેના પ્રકારનો પહેલો ડેમ છે. તેને માનવરહિત કામગીરી સિસ્ટમ્સ સાથે કોઈ માનવ કામગીરીની પણ જરૂર નથી. આ પ્રોજેક્ટ સિસ્મિક અને ભૂસ્તરશાસ્ત્રીય પડકારોને દૂર કરવા માટે ડિજિટલ ટ્વીન, AI અને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જ્યારે આવતા વર્ષે ડેમ પૂર્ણ થશે, ત્યારે તેની સંગ્રહ ક્ષમતા 1.17 બિલિયન ક્યુબિક મીટર હશે, જે અક્સુ નદી બેસિન અને તારીમ નદી બેસિનમાં 533,000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને પાણી પૂરું પાડશે. 

  • Follow us on: