થાઈલેન્ડના બેંગકોકમાં શનિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો. શહેરના રેલવે ક્રોસિંગ પાસે એક માલગાડીએ બસને જોરદાર ટક્કર મારતા ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના બપોર બાદ મધ્ય વિસ્તારના એરપોર્ટ રેલ લિંક સ્ટેશન નજીક બની.
રેલવે ક્રોસિંગ પર વાહનોની લાંબી લાઈન ઉભી હતી
મળતી માહિતી મુજબ રેલવે ક્રોસિંગ પર વાહનોની લાંબી લાઈન ઉભી હતી, ત્યારે અચાનક ઝડપથી આવી રહેલી માલગાડીએ આગળ ઉભેલી નારંગી રંગની બસને ટક્કર મારી હતી. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ટક્કર બાદ બસ અને અન્ય વાહનો પાટા પર ઘસડાતા જોવા મળે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં આગ લાગી ગઈ હતી અને નજીકની અનેક બાઈકો તથા લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.
