થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ગંભીર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ગુરુવાર બપોરથી અત્યાર સુધીમાં આશરે 300 મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શનિવારે બેંગકોકના તમામ 50 જિલ્લાઓને સત્તાવાર રીતે આપત્તિ ક્ષેત્ર (ડિઝાસ્ટર ઝોન) જાહેર કર્યા છે.

અનેક વિસ્તારોમાં કમર સુધી ભરાયા પાણી

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂંટણ અને કમરની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે. મુખ્ય રસ્તાઓ, શેરીઓ, દુકાનો અને રેસ્ટોરન્ટો પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાના રહેવાસીઓના જણાવ્યા અનુસાર તેમના ઘરની આસપાસ પાણી કમર સુધી ભરાઈ જવાથી તેમણે બે દિવસથી પોતાની દુકાન બંધ રાખવાની ફરજ પડી છે. તેમણે ઉમેર્યું હતું કે બેંગકોક માટે પૂર નવી વાત નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ વર્ષ ૨૦૧૧માં આવેલા વિનાશક પૂર કરતાં પણ વધુ ભયાનક દેખાઈ રહી છે.
https://twitter.com/sustainme_in/status/2103902528064889276

સતત વરસાદને કારણે અનેક નહેરો છલરાઇ

સતત વરસાદને કારણે શહેરની નાની-મોટી તમામ નહેરો છલકાઈ ગઈ છે. પરિણામે, રસ્તાઓ અને ગટરોમાંથી પાણી નહેરોમાં જવાને બદલે ઊલટું શહેરમાં પાછું ફરી રહ્યું છે. ઓફિસ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છએ. ત્યાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર સવારે કામ પર જવા માટે બહાર આવ્યા ત્યારે આખો રસ્તો જળમગ્ન હતો. ઓન નટ વિસ્તારમાં તો લોકોને ઘૂંટણસમા પાણીમાં ચાલીને અવરજવર કરવી પડી રહી છે. ઘણા લોકો પોતાના ઘરોમાં પાણી ઘૂસતા અટકાવવા માટે રેતીની થેલીઓ ગોઠવતા નજરે પડ્યા હતા.
https://twitter.com/ilyasilukhan/status/2103787423775821940

પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી કરાઇ તેજ 

સ્થાનિક નિષ્ણાતોના મતે, આ વખતે પૂરનું મુખ્ય કારણ માત્ર નદીઓનું પાણી નથી, પરંતુ સાન સેપ, પ્રવેત, લાત ફ્રાઓ અને પ્રેમ પ્રચાકોર્ન જેવી શહેરની પ્રમુખ નહેરોની ક્ષમતા ખલાસ થઈ જવી છે. નોન્થાબુરી અને પથુમ થાની જેવા નજીકના વિસ્તારોમાંથી પણ પાણી સતત વહી રહ્યું છે. હવામાન વિભાગની ચેતવણી વચ્ચે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે, અને નાગરિકોને અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Canada: મોન્ટ્રીયલ નજીક બની હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના, 4 લોકોના મોત