થાઇલેન્ડ કોર્ટે પીએમ શિનવાત્રાના આચરણને અયોગ્ય ઠેરવ્યુ છે. અને તેમના પર કાર્યવાહી કરતા સસ્પેંડ કરાયા છે. કોર્ટે જણાવ્યુ છે કે, જે રીતે પીએમે શિનવાત્રાએ પોતાના જ દેશની જનતા વિરુદ્ધ ટિપ્પણી કરી છે. તે અયોગ્ય છે. શિનવાત્રા માટે આગામી 15 દિવસ સરળ નહી હોય. કોર્ટે તપાસ એજન્સીઓેને જણાવ્યુ છે કે, રિપોર્ટ આવ્યા બાદ તેઓ આગામી કાર્યવાહી કરશે. તો આ તરફ મીડિયાએ જણાવ્યુ હતુ કે, શિનવાત્રાના પિતા પણ દેશના પ્રમુખ હતા. તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે.
જનતા વિરુદ્ધની ટિપ્પણી પડી ભારે













