પાછલા બે મહિનામાં અમેરિકામાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો સાથે ગુનાઓમાં એ હદનો વધારો થયો છે કે ત્યાંના સ્થાનિક ભારતીયોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એવું કહી શકાય કે ભારતીયો એમરીકામાં રહેવાની કિંમત તેમના લોહીથી ચૂકવી રહ્યા છે.


અમેરિકામાં ભારતીય ભયભીત!

અમેરિકામાં રહેવાના સ્વપ્નને પ્રાપ્ત કરવા માટે પોતાના દેશથી હજારો કિલોમીટરનો મુસાફરી કરનારા ભારતીય નાગરિકો હવે તેમના લોહી અને પરસેવાની કિંમત ચૂકવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં જે રીતે ભારતીયો અને ભારતીય મૂળના લોકોની હત્યા કરવામાં આવી રહી છે એ જોતાં ભારતીયો અમેરિકામાં કેટલા સુરક્ષિત છે એ હવે ચર્ચાનો વિષય બન્યો છે. જે દેશના વિકાસમાં ભારતીયોનો સૌથી મોટો ફાળો છે ત્યાંજ હવે ભારતીયો સુરક્ષિત નથી રહ્યા.

ચંદ્રમૌલી નાગમલ્લૈયાની ઘાતકી હત્યા

અમેરિકામાં ભારતીયો અને ભારતીય મૂળના લોકોની સુરક્ષા તો પાછલા ઘણા સમયથી એક સવાલ બની ગયો છે પરંતુ તાજેતરમાં આ મુદ્દો ફરીવાર ચર્ચનો વિષય એટલા માટે બન્યો છે કેમ કે થોડા દિવસો પહેલા જ, 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયા નામના એક વ્યક્તિની માથું કાપીને ઘાતકી હત્યા કે દેવામાં આવી હતી. આ હત્યા એટલી ભયાનક હતી કે હત્યારાએ પહેલા ચંદ્રમૌલી નાગમલ્લૈયાનું માથું તેના શરીરમાંથી અલગ કરી દીધું અને બાદમાં ફૂટબોલની જેમ તેનું માથું લાત મારીને દૂર ફેંકી દીધું હતું.

પેન્સિલવેનિયામાં ભારતીય નાગરિક પર હુમલો

સપ્ટેમ્બર મહિનામાં બનેલી આ ઘટનાથી હજી અમેરિકા અને ભારતમાં વસતા નાગરિકો બહાર પણ ન હતા આવ્યા ત્યાં તો 5 ઓક્ટોબરના રોજ, પેન્સિલવેનિયામાં ભારતીય મૂળના એક નાગરિકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. મૃતક, 51 વર્ષીય રાકેશ એહગાબન અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ હતો. આ ઘટના બાદ ફરી એકવાર અમેરિકામાં ભારતીયોની સુરક્ષા પર સવાલ  ઉઠવા માંડ્યા છે.


  • Follow us on: