જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીમાં ન્યાયિક સુધારા અંગે લોકમત યોજ્યો હતો. જેમાં 54 ટકા લોકોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યુ હતુ.
આવતા વર્ષે ઇટલીમાં ચૂંટણી
ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધની પહેલી અસર ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની પર પડી છે. ઇટાલીમાં ન્યાયિક સુધારા પરના લોકમતમાં મેલોનીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 2022 પછી પહેલી વાર મેલોનીને ચૂંટણીમાં પછાડનો સામનો કરવો પડ્યો છે. જો મતદારોની ભાવના આવી જ રહેશે, તો મેલોની ભવિષ્યમાં પોતાનું પદ ગુમાવી શકે છે, કારણ કે આવતા વર્ષે ઇટાલીમાં વડા પ્રધાન પદ માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે.
ટ્રમ્પના યુદ્ધની કેવી અસર ?
1. સર્વે મુજબ 77 ટકા ઇટાલિયન લોકોએ મેલોની સરકારના પ્રદર્શન પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુખ્ય જાહેર ચિંતા યુદ્ધને કારણે ઉર્જાના ભાવમાં અચાનક વધારો હતો. ઇટાલિયનોએ જણાવ્યું હતું કે તેઓ યુરોપમાં વીજળી માટે સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યા છે. યુદ્ધ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
2. નિષ્ણાંતોના મતે, મેલોનીએ 2024 પછી પોતાને ટ્રમ્પની નજીક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા પ્રસંગોએ, જ્યારે યુરોપિયન નેતાઓ ટ્રમ્પની વિરુદ્ધ હતા, ત્યારે પણ મેલોનીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું. લોકમત પહેલા, સામાન્ય નાગરિકોએ એવી ધારણા વિકસાવી હતી કે ભવિષ્યમાં તેમને પણ યુદ્ધમાં ખેંચી શકાય છે. મેલોની આ ધારણાને દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા.
3. મેલોનીએ ઇટાલિયન સંસદમાં ઈરાનની મીનાબ સ્કૂલ પરના હુમલાની નિંદા કરી, પરંતુ ટ્રમ્પ વિરુદ્ધ બોલવામાં નિષ્ફળ ગયા. ઇટાલિયન વિપક્ષી નેતાઓએ આ મુદ્દાનો લાભ ઉઠાવ્યો. ઇટાલીમાં, ડાબેરી પક્ષ મેલોની સામે ચૂંટણી લડી રહ્યો હતો, જેમણે ન્યાયિક સુધારા પરના આ લોકમતને સરમુખત્યારશાહી સાથે જોડ્યો હતો.
4. ઇટાલિયન આઉટલેટ ડીકોડ-39 મુજબ, ઇટાલિયન જનતા ટ્રમ્પથી ગુસ્સે છે. આ વાત અનેક સર્વેક્ષણોમાં પ્રતિબિંબિત થઈ છે. મેલોનીને આડકતરી રીતે પરિણામ ભોગવવું પડ્યું છે. યુરોમીડિયા અનુસાર, 58 ટકા ઇટાલિયન નાગરિકો ઇચ્છે છે કે મધ્ય પૂર્વમાંથી ઇટાલિયન સૈનિકો પાછા ખેંચાય અને ઇટાલી વોશિંગ્ટન અને ઇઝરાયલથી અંતર જાળવી રાખે.
આ પણ વાંચોઃ ગાલિબાફને સુપ્રીમ લીડર બનાવવા માટે America કેમ હતુ તત્પર, જાણો શું હતુ કારણ?
