ઈરાન અત્યારે બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. એકતરફ અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ દેશની અંદર જ નવા નેતૃત્વ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. પિતા આયાતુલ્લા અલી ખામેનીની હત્યા બાદ તેમના 56 વર્ષીય પુત્ર મુજતબા અલી ખામેનીને નવા 'સુપ્રીમ લીડર' જાહેર કરાતા જ ઈરાનમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે.
મહિલાઓનો આક્રોશ અને વાયરલ વિડિયો
મુજતબા ખામેનીની નિમણૂકની જાહેરાત થતાની સાથે જ તેહરાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક 17 સેકન્ડના વિડિયોમાં કેટલીક મહિલાઓ ફારસી ભાષામાં મુજતબાને મોત ના નારા લગાવતી જોવા મળી રહી છે. રાત્રિના સમયે શૂટ થયેલા આ વિડિયોમાં ધાર્મિક મંત્રોચ્ચારની સાથે જનતાનો આક્રોશ સ્પષ્ટ સંભળાય છે, જે દર્શાવે છે કે ઈરાનનો એક મોટો વર્ગ આ વંશપરંપરાગત નિમણૂકથી ખુશ નથી.
https://twitter.com/IranIntl_En/status/2030777091466158431
ટ્રમ્પનો પ્રતિભાવ અને રાજકીય ગરમાવો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યો હતો કે ઈરાનના નવા નેતાની પસંદગીમાં વોશિંગ્ટનનો મત હોવો જોઈએ. મુજતબાની તાજપોશી બાદ ટ્રમ્પે ટૂંકી પણ સૂચક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, "આપણે જોઈશું હવે શું થાય છે." ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા આગામી સમયમાં વધુ કડક પગલાં લેશે તેવા સંકેતો મળી રહ્યા છે.
યુદ્ધની વિનાશક અસરો
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંયુક્ત હુમલામાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાને વળતા પ્રહારમાં ઈઝરાયેલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલો છોડી છે, જેમાં સાત અમેરિકી સૈનિકોના પણ મોત થયા છે. બેન્જામિન નેતન્યાહૂ અને ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન તરફથી તોળાતા જોખમને રોકવા માટે આ હુમલો અનિવાર્ય હતો.
જોકે સંદેશ ન્યુઝ આની વીડિયોની પુષ્ટિ કરતું નથી
આ પણ વાંચોઃ Alert Kim Jong Un: કોરિયામાં યુદ્ધના ભણકારા? ટ્રમ્પે હજારો અમેરિકી સૈનિકો મોકલ્યા કોરિયા