યુનાઇટેડ સ્ટેટ્સમાં વિઝા નિયમોને લઈને એક મોટો અને કડક નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આશરે 200,000 જેટલા બિઝનેસ (B1) અને ટુરિસ્ટ (B2) વિઝા રદ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો આ પગલું લેવામાં આવશે, તો તે અમેરિકન ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સામૂહિક વિઝા રદ કરવા જેવું સાબિત થશે. આ નિર્ણયની સૌથી મોટી અસર એવા વિદેશી નાગરિકો પર પડશે જેઓ ટૂંકા ગાળાના મુલાકાતી વિઝા પર અમેરિકા આવ્યા છે અને બાદમાં ત્યાં કાયમી આશ્રય માટે અરજી કરી છે.

2 લાખ B1 અને B2 વિઝા રદ કરવાની તૈયારી

ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલ છે કે ઘણા લોકો પ્રવાસી કે વ્યવસાયિક વિઝાનો ઉપયોગ દેશમાં એન્ટ્રી મેળવવા માટે કરે છે અને પછી કાયમી આશ્રય માંગીને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે, જેનાથી સ્થાનિક વ્યવસ્થા પર બોજ પડે છે. મીડિયા રિપોર્ટનના અહેવાલ મુજબ, આ નિર્ણય સામે કાનૂની પડકારો પણ આવી શકે છે અને લોકો તેને કોર્ટમાં પણ રજૂ કરી શકે છે. જો કે, જો વિરોધ ન થાય અથવા મંજૂરી મળે, તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2016 થી 2026 ની વચ્ચે જારી કરાયેલા ચોક્કસ B1 અને B2 વિઝા રદ કરવામાં આવી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) સાથેના સંકલનમાં પાર પાડવામાં આવશે.
https://twitter.com/DeputySecState/status/2091923789693300946

સરકારે 2 લાખ લોકોની યાદી તૈયાર કરી

સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર એવા લોકોની યાદી તૈયાર કરી રહી છે જેઓ ટૂંકા ગાળાના વિઝિટર તરીકે આવ્યા અને બાદમાં આશ્રય માંગ્યો. જો કે, વિઝા રદ થવાનો અર્થ એ નથી કે તે લોકોને તાત્કાલિક દેશનિકાલ કરવામાં આવશે. તેમને તેમની સ્થિતિ બદલવાની અથવા કાયમી આશ્રય મેળવવાની પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળી શકે છે, પરંતુ તેઓ પોતાના મૂળ બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા ગુમાવી બેસશે.

ઇમિગ્રેશન કાયદાના કડક

ભારતીય નાગરિકોની વાત કરીએ તો, આ ફેરફારની ભારત પર મોટી અસર પડવાની શક્યતા નથી, કારણ કે ભારતમાંથી આ પ્રકારના શરણાર્થી કેસો નોંધાયા નથી. સામાન્ય રીતે B1 વિઝા બિઝનેસ મુલાકાતો માટે અને B2 વિઝા પ્રવાસન, પારિવારિક મુલાકાતો અથવા તબીબી સારવાર માટે આપવામાં આવે છે. તાજેતરના સમયમાં વહીવટીતંત્ર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે પણ કડક રૂપે વિઝા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે ઇમિગ્રેશન કાયદાના ચુસ્ત અમલીકરણનો સંકેત આપે છે.

આ પણ વાંચોઃ Xi Jinping ટૂંક સમયમાં જ આવશે અમેરિકા, વ્હાઇટ હાઉસમાં બની રહ્યો છે ચીન જેવો 'ગ્રેટ હોલ'