ઈરાન ઈઝરાયલ તણાવની વચ્ચે ઈરાકના અમેરિકી એર બેઝ પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઈરાકમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓ એન અલ-અલદ પર ત્રણ ડ્રોન ફેંકવામાં આવ્યા., અમેરિકાના અધિકારીઓએ પૃષ્ટિ કરી હતી કે આ તમામ ડ્રોનોને સફળતાપૂર્વક રોકી દેવાયા છે અને તેને નિષ્ક્રીય કરાયા છે.
આ હુમલા પહેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તેના સૌન્ય ઠેકાણાઓને નિશાના બનાવવામાં આવ્યા તો ખૂબ ગંભીર પરિણામ ભોગવવું પડશે. હાલ એ સ્પષ્ટ થયું નથી કે આ ડ્રોન ઈરાન તરફથી આવ્યું કે ઈરાકમાં હાજર કોઈ મિલિશિયા ગૃપે હુમલો કર્યો છે.













