અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય અને મીડિયા વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે. વ્હાઇટ હાઉસના આગામી પ્રેસ સેક્રેટરી તરીકે અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ (UFC) ના CEO ડાના વ્હાઇટની નિમણૂકની ચર્ચાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતને એક મજાક ગણાવીને ફગાવી દીધી છે. આ સાથે જ તેમણે પોતાના ધાર્મિક વિચારો, સ્વર્ગ-નર્કની ઈચ્છા અને મધ્યસત્ર ચૂંટણીઓ બાદ મંત્રીમંડળમાં થઈ શકતા સંભવિત ફેરફારો અંગે પણ મહત્વની ટિપ્પણીઓ કરી છે.
મીડિયાસાથે વાતચીત કરતી વખતે અને વ્હાઇટ હાઉસથી રવાના થતાં પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી તરીકે ડાના વ્હાઇટનું નામ આપવું એ માત્ર એક મજાક હતી. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટનો સંદર્ભ આપતાં જણાવ્યું કે વિશ્વના શ્રેષ્ઠ UFC લડવૈયાઓમાંથી એક એવા ડાના વ્હાઇટને સંભવિત ઉમેદવાર તરીકે દર્શાવવાનો હેતુ હળવી મજાક કરવાનો જ હતો.
