અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી ચિઢાયેલા છે. હકીકતમાં પોતાના વાયદા અનુસાર, હજુ સુધી રશિયા-યુક્રેન વોર હજુ સુધી રોકવી નથી શક્યા. હવે તેમણે તેનું ઠીકરૂં ભારત પર ફોડવાનું શરૂ કરી દીધુ છે. ટ્રમ્પનુ કહેવુ છે કે ભારત દ્વારા રશિયા પાસેથી મોટી માત્રામાં કાચું ઓઇલ ખરીદવામાં આવી રહ્યુ છે. જેનાથી યુક્રેન યુદ્ધને વિત્તપોષણ મળી રહ્યુ છે.
આજ બહાનુ બનાવીને ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો. જોકે તેમનો આ દાવ ફીકો રહી ગયો અને ભારત પર તેની અસર નથી દેખાઇ રહી. તેના કારણે લાગી રહ્યુ છે કે ટ્રમ્પ ચિઢાઇ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હવે ટ્રમ્પ યુરોપીય દેશો પર પણ દબાણ બનાવી રહ્યો છે કે તેઓ પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઇ ભારત પર ટેરિફ લગાવે.
ભારત વિરુદ્ધ યુરોપિયન દેશોને ભડકાવી રહ્યા છે ટ્ર્મ્પ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વ્હાઇટ હાઉસે યુરોપિયન દેશોને ભારત પર રશિયાથી ઓઇલ ખરીદવા પર અમેરિકા જેવા પ્રતિબંધો લગાવવાનું કહ્યુ, જેમાં નવી દિલ્હીથી તેલ અને ગેસની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે યુરોપિયન નેતાઓ પણ યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના પક્ષમાં છે.જોકે, અમેરિકાનો દાવો છે કે ભારત રશિયા ઓઇલ ખરીદી રહ્યુ છે અને તેનાથી નફો કમાઇ રહ્યુ છે. તે જ સમયે, મોટાભાગના યુરોપિયન દેશો આ મુદ્દા પર મોટે ભાગે મૌન રહ્યા છે અને ટ્રમ્પના ટેરિફ પગલાને ખુલ્લેઆમ સમર્થન કે વિરોધ કર્યો નથી.
આ વાતથી નારાજ છે ટ્રમ્પ
અમેરિકી એક અખબારના આધારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે વચ્ચે થયેલા યુદ્ધને સતત રોકવાનો દાવો કર્યો છે. પાકિસ્તાને જ્યાં ટ્રમ્પના આ દાવાની સ્વીકૃતિ આપી છે. પરંતુ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કારની પણ માંગ કરી લીધી. તો બીજી તરફ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગ કરી નાખી. આ મુદ્દા પર ભારતનું વલણ સંપૂર્ણપણે અલગ રહ્યું છે. ભારતે વારંવાર કહ્યું છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધને રોકવામાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી અને ડીજી સ્તરના વાટાઘાટો પછી, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા.