ભારત વિરુદ્ધ પોતાની ટેરિફ નીતિઓને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આલોચનાનો શિકાર બની રહ્યા છે. ટ્રમ્પને પોતાના ઘર એટલે કે અમેરિકામાં જ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હમણાં જ 20થી વધારે અમેરિકી સાસંદોએ ટ્રમ્પને ચિઠ્ઠી લખી છે અને ભારતની સાથે બગડેલાં સંબંધને સુધારવાની સલાહ આપી છે. આ વચ્ચે હવે અમેરિકાના શીર્ષ ડેમોક્રેટિક નેતા રહમ ઇમેનુએલે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાના પર લીધા છે.


ટ્રમ્પે સંબંધોને બરબાદ કર્યા

રહમ ઈમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પને અહંકારી જણાવતાં કહ્યું કે ટ્રંપે 'અહંકાર અને પાકિસ્તાન પાસેથી મળેલા થોડા પૈસાના લાલચમાં' ભારત સાથે અમેરિકા વચ્ચે છેલ્લા 40 વર્ષથી ચાલતાં વ્યૂહાત્મક સંબંધોને સમાપ્ત કરી દીધા છે. ઈમેન્યુઅલે કહ્યું કે આ માત્ર રાજનૈતિક ભૂલ નથી, પણ એક મોટી વ્યૂહાત્મક ભૂલ છે, જેનો ફાયદો ચીને ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે સંબંધોને બગાડી નાખ્યા છે.

ટ્રમ્પ પાકિસ્તાન પર કેમ મેહરબાન છે?

રહમ ઈમેન્યુઅલે ટ્રંપના પાકિસ્તાન પ્રતિના મિત્રસભર વલણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પના પુત્રને પાકિસ્તાન તરફથી પૈસા મળી રહ્યા છે, એટલે ટ્રમ્પ તેમના પર મેહરબાન છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પૂર્વ સહયોગી અને તાજેતરમાં જ ટ્રંપ પ્રશાસનમાં જાપાનમાં રાજદૂત તરીકે સેવાઓ આપી ચૂકેલા ઈમેન્યુઅલે થોડા દિવસો પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું, "ટ્રમ્પે બધું બગાડી નાખ્યુ કારણ કે મોદી એમ નથી કહેશો કે ટ્રમ્પે પાકિસ્તાન સાથે સીઝફાયર કરાવ્યું છે અને તેથી ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે.

ટ્રમ્પે 40 વર્ષની મહેનત બગાડી

ઇમેન્યુઅલે આ સપ્તાહના પ્રારંભમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકાના દ્રષ્ટિકોણથી ભારત મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને અહી સુધી કે લશ્કરી બાબતોમાં પણ ચીન સામે એક મોટું હથિયાર બની શકતુ હતું. તેમણે કહ્યું, અમેરિકાની પૂર્વ સરકારોએ 40 વર્ષથી સંબંધોને મજબૂત બનાવ્યા અને હાલના રાષ્ટ્રપતિએ તેને બગાડી નાખ્યા છે, આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે.

રહમ ઈમેન્યુઅલ કોણ છે?

આપને જણાવી દઇએ કે રહમ ઈમેન્યુઅલ અગાઉ શિકાગોના મેયર રહી ચૂક્યા છે અને બરાક ઓબામાના ચીફ ઓફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે. રહમ ઈમેન્યુઅલના નિવેદનોએ અમેરિકાનું રાજકીય તાપમાન વધારી દીધું છે. હાલના દિવસોમાં ટ્રમ્પના સૂર બદલાતા નજરે પડી રહ્યા છે. ક્યારેક તેઓ ભારતને મહાન દેશ કહે છે, તો ક્યારેક પીએમ મોદીને મહાન નેતા અને પોતાનો મિત્ર ગણાવે છે.


  • Follow us on: