અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ એક લશ્કરી કાર્યવાહી શરૂ કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ફ્લોરિડામાં એક રેલી દરમિયાન ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે યુએસ સૈન્ય વધુ એક નાના 'એપિક ફ્યુરી' (Epic Fury) ઓપરેશનની યોજના બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે 'એપિક ફ્યુરી' એ યુએસ સૈન્ય દ્વારા ઈરાન સામે શરૂ કરાયેલા યુદ્ધને અપાયેલું સત્તાવાર નામ છે.

ઈરાનની વળતી ચેતવણી: ઇન્ટરનેટ કેબલ્સ કાપીશું

રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાની સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ મળીને સંયુક્ત હુમલો કરશે, તો સમુદ્રના તળિયે પથરાયેલા મહત્ત્વપૂર્ણ ઇન્ટરનેટ કેબલ્સને નાશ કરી દેવામાં આવશે. ઈરાને આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હોવાનું સામે આવ્યું છે, જેનાથી વૈશ્વિક સ્તરે ડિજિટલ નેટવર્ક ખોરવાવાનો ભય ઊભો થયો છે.

UPI, WhatsApp બધું ડાઉન થઈ જશે

ટ્રમ્પ ધમકી સામે ઇરાને આપેલ ચેતવણી પ્રમાણે જો તેઓ સમુદ્રી ઇનેટરનેટ કેબલ કાપી નાખે તો દુનિયા ભરમાં તેની અસર થઈ શકે છે. જો ઇન્ટરનેટ બંધ થઈ જાય, તો દુનિયાના અન્ય દેશોમાં સમસ્યા થશે જયારે ભારતમાં UPI ચુકવણી સેવાઓ પણ ખોરવાઈ શકે છે, જેમાં WhatsApp, YouTube, ક્લાઉડ ડેટા, સોશિયલ મીડિયા ટ્રાફિક અને ઘણી કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત સેવાઓનો સમાવેશ થાય છે. 

અમે યુદ્ધ ઝડપથી પૂરું કરી શકીએ છીએ" - ડોનાલ્ડ ટ્રમ્પ

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા આ ​​યુદ્ધનો ખૂબ જ ઝડપથી અંત લાવી શકે છે. તેમણે ઉમેર્યું કે હાલ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી તેલનો પુરવઠો સતત વહી રહ્યો છે. ટ્રમ્પે સંઘર્ષ માટે વિવિધ લક્ષ્યો નક્કી કર્યા છે અને સંકેત આપ્યો હતો કે આવતા મહિનાની મધ્યસત્ર ચૂંટણીઓ (Midterm Elections) પહેલાં કદાચ મોટો હુમલો કરવામાં આવશે નહીં.

મધ્યસત્ર ચૂંટણી પછી યુદ્ધ વધુ ભયાનક બનવાની ભીતિ

ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકા અને ઇઝરાયલ મધ્યસત્ર ચૂંટણી પૂરી થયા બાદ બીજા તબક્કાના હુમલાની તૈયારી કરી રહ્યા છે. આ સંભવિત હુમલાઓમાં ઈરાનના ઊર્જા માળખા, પરમાણુ મથકો તેમજ મિસાઈલ અને ડ્રોનના ભંડારોને નિશાન બનાવવામાં આવી શકે છે.

વૈશ્વિક દેશોની ચેતવણી અને ગંભીર આર્થિક પરિણામોનો ડર

ઇસ્તંબુલમાં આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના અનેક દેશોના વિદેશ મંત્રીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી છે કે ઈરાન પર બીજો લશ્કરી હુમલો સમગ્ર મધ્ય પૂર્વમાં સંઘર્ષને વધુ ભડકાવશે, જેના કારણે વૈશ્વિક સ્તરે ગંભીર આર્થિક પરિણામો ભોગવવા પડી શકે છે.


આ પણ વાંચો : World News: લોરેન્સ બિશ્નોઈની હરિફ ગેંગના ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ