તુર્કીએમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી.
અન્ય પ્રાંતમાં પણ અનુભવાયા આંચકા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન તુર્કીમાં એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. તુર્કીએમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેનું કેન્દ્રબિંદુ ટોકાટ પ્રાંતના નિકસર શહેરમાં હતું. ભૂકંપના કારણે લોકો પોતાના ઘર છોડીને બહાર નિકળ્યા હતા. આ ભૂકંપમાં કોઈ નુકસાન થયું નથી. આ ભૂકંપને કારણે તુર્કીમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ 35 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ટોકાટ પ્રાંતના નિકસર શહેરમાં 6.4 કિલોમીટરની ઊંડાઈએ હતું. સ્થાનિક સમય મુજબ સવારે 3:35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ઘણા પ્રાંતોમાં તે અનુભવાયો હતો.
2023માં પણ નોંધાયો હતો શક્તિશાળી ભૂકંપ
તુર્કીએ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં આવે છે અને એક મુખ્ય ફોલ્ટ લાઇનની ટોચ પર આવેલું છે. જ્યાં વારંવાર ભૂકંપ આવે છે. 2023માં તુર્કીએમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 53 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને દક્ષિણ અને દક્ષિણપૂર્વ પ્રાંતોમાં લાખો ઇમારતોનો નાશ થયો હતો. પડોશી સીરિયાના ઉત્તરીય ભાગોમાં પણ 6 હજાર લોકો માર્યા ગયા હતા.
ઈરાનના બંદર અબ્બાસની પશ્ચિમે નોંધાયો ભૂકંપ
ઈરાનમાં અગાઉ ભૂકંપ આવ્યા હતા. 7 માર્ચે ઈરાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ઈરાનના બંદર અબ્બાસની પશ્ચિમે વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. અગાઉ દક્ષિણ ઈરાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. આ ભૂકંપ ઈરાનના ફાર્સ પ્રાંતના દક્ષિણ ભાગમાં આવેલા ગેરાશમાં આવ્યો હતો. USGS એ જણાવ્યું હતું કે ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ હતો.
આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી મામલે ઈરાનનું ભારતને વચન અને યુદ્ધ ઉશ્કેરનારાઓને કડક ચેતવણી
