સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ અમીરાતના પ્રવેશદ્વાર પાસે મધ્યરાત્રિએ એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રકે ટ્રાફિક જામમાં ઊભેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારતા 14 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે આશરે 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુઃખદ બાબત એ છે કે મૃતકોમાં ઘણા ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
કાબૂ ગુમાવેલા ટ્રકે અનેક ગાડીઓની લીધી અડફેટે
UAEના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ ગમખ્વાર દુર્ઘટના મધ્યરાત્રિના સમયે બની હતી. એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પહેલા એક વાહન સાથે અથડાયો હતો અને ત્યારબાદ પલટી મારીને ટ્રાફિક જામને કારણે ઊભેલા અન્ય વાહનો પર ફરી વળ્યો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રકમાં તરત જ આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આ આગે આસપાસના અન્ય વાહનોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આગ અને ભીષણ ટક્કરને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે.
https://x.com/yasarullah/status/2121054493269963044?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121054493269963044%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
