વિશ્વભરમાં અમીરો અને કરોડપતિઓ દ્વારા પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. 'હેનલી વેલ્થ રિપોર્ટ 2026' અનુસાર, આ વર્ષે દુનિયાભરમાંથી આશરે 1.65 લાખ કરોડપતિઓ વધુ સારી સુવિધાઓ, સુરક્ષિત ભવિષ્ય અને વ્યવસાયિક વાતાવરણની શોધમાં પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યા છે. આ આંકડો વૈશ્વિક સ્તરે એક નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે, જે દર્શાવે છે કે હવે માત્ર પૈસા કે લક્ઝરી લાઈફસ્ટાઈલ જ નહીં, પરંતુ સુવિધાઓ અને ભવિષ્યની સુરક્ષા અમીરો માટે પ્રાથમિકતા બની ગઈ છે.


મોટી સંખ્યામાં રઈસો બહાર જઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો અમીરોના પલાયનનો આ સિલસિલો સતત વધી રહ્યો છે. વર્ષ 2024માં 1.34 લાખ અને વર્ષ 2025માં 1.42 લાખ કરોડપતિઓએ પોતાનો દેશ છોડ્યો હતો, જે આ વર્ષે વધીને 1.65 લાખે પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2013ની સરખામણીએ (જ્યારે આ સંખ્યા માત્ર 51 હજાર હતી) આજના સમયમાં અન્ય દેશોમાં શિફ્ટ થનારા અમીરોની સંખ્યા ત્રણ ગણી કરતાં પણ વધુ વધી ગઈ છે. આ ટ્રેન્ડની સીધી અસર અમેરિકા અને બ્રિટન જેવી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર પણ જોવા મળી રહી છે, જ્યાંથી મોટી સંખ્યામાં રઈસો બહાર જઈ રહ્યા છે.

યુએઈની શાનદાર લાઈફસ્ટાઈલ

આ વૈશ્વિક પલાયનમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) વિશ્વભરના અમીરો માટે પહેલી પસંદ તરીકે ઉભરી આવ્યું છે. યુએઈની શાનદાર લાઈફસ્ટાઈલ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ અમીરોને આકર્ષી રહ્યું છે. વેલ્થ મોબિલિટી સ્કોરમાં UAE 85.3 ના સ્કોર સાથે સૌથી આગળ છે, જ્યારે અમેરિકાનો સ્કોર 62.3 છે. આશ્ચર્યજનક વાત એ છે કે હવે અમેરિકા અને બ્રિટન જેવા દેશોના પોતાના નાગરિકો પણ બીજી નાગરિકતા અને નવા ઠેકાણાઓની શોધમાં દેશ છોડી રહ્યા છે.

ભારતના સંદર્ભમાં પણ આ રિપોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. ભારતનો વેલ્થ મોબિલિટી સ્કોર 56.5 નોંધાયો છે. ભારતીય કરોડપતિઓ દ્વારા દેશ છોડવા પાછળના મુખ્ય કારણોમાં પોતાની મૂડી પર મર્યાદિત નિયંત્રણ (limited control on capital) અને દેશના કડક ટેક્સ નિયમો (strict tax rules) જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ આર્થિક અને નિયમનકારી નીતિઓને કારણે ભારતના અમીરો પણ વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યા છે.


આ પણ વાંચો:Mango Export: પાકિસ્તાની કેરીને કોની નજર લાગી? નિકાસમાં 30% સુધીનો મોટો ઘટાડો

  • Follow us on: