રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધે હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. યુક્રેને પોતાની સીમાથી આશરે 1,200 કિલોમીટર દૂર આવેલા રશિયાના તાતારસ્તાન પ્રદેશના 2.40 લાખની વસ્તી ધરાવતા નિઝ્નેકામસ્ક (Nizhnekamsk) શહેર પર લાંબા અંતરના હુમલાખોર ડ્રોન્સ વડે ત્રાટકીને ભારે તબાહી મચાવી છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટો વિસ્ફોટ

નિઝ્નેકામસ્ક રશિયાનું અત્યંત મહત્વપૂર્ણ ઉર્જા અને ઔદ્યોગિક કેન્દ્ર છે, જ્યાં બે મોટી તેલ રિફાઇનરીઓ અને એક પ્રખ્યાત પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલો છે. રશિયાના તાતારસ્તાન પ્રદેશના વડા રુસ્તમ મિન્નીખાનોવના કચેરી દ્વારા આ હુમલાને 'મોટા પાયે થયેલો ડ્રોન હુમલો' ગણાવવામાં આવ્યો છે. આ હુમલામાં 1 બાળક સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 48 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

રશિયાના તાતારસ્તાનમાં યુક્રેનનો ડ્રોન હુમલો

https://twitter.com/ZelenskyyUa/status/2086513001960554868

તાતારસ્તાનમાં 1 બાળક સહિત 13 લોકોના મોત

આ હુમલા અંગે યુક્રેનિયન સત્તાધીશોએ તાત્કાલિક સત્તાવાર ટિપ્પણી કરી ન હતી, પરંતુ રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવતા દરેક મિસાઇલ અને બોમ્બ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે. રશિયા હવે પોતાના ઘરમાં યુદ્ધની સાચી કિંમત ભોગવશે." યુક્રેનનું માનવું છે કે રશિયાની ઇંધણ અને આર્થિક ક્ષમતા પર સીધા પ્રહાર કરીને જ તેને શાંતિ વાટાઘાટોના ટેબલ પર લાવી શકાશે.

રશિયાનો સામે પક્ષે હુમલો અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ

બીજી તરફ, રશિયા પણ યુક્રેન પર ગ્લાઇડ બોમ્બ અને મિસાઇલોથી સતત હુમલા કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ અહેવાલ આપ્યો હતો કે રશિયાએ મધ્ય યુક્રેનના ડિનિપ્રો ક્ષેત્રમાં આવેલા તેના મેડિકલ વેરહાઉસ પર 24 કલાકમાં બે વાર હુમલો કર્યો હતો. જેમાં આશરે $5,000,000 (અડધો મિલિયન ડોલર) ની કિંમતનો ઈમરજન્સી તબીબી પુરવઠો બળીને ખાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો: Dahod: ઝાલોદમાં 10,000ની લાંચ લેતા AHM એન્જિનિયર અને વચેટિયો રંગેહાથ ઝડપાયા