રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. શાંતિ વાર્તાઓના પ્રયાસો યથાવત્ છે. તેમ છતાં સ્થાનિકો હુમલાઓનો ભોગ બની રહ્યા છે.

યૂક્રેનનો રશિયા પર ડ્રોન હુમલો

યૂક્રેન અને રશિયા વચ્ચે પરિસ્થિતિ નાજુક છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે, નવા વર્ષમાં યૂક્રેનના ડ્રોન હુમલામાં 24 લોકોના મોત થયા હતા. અને 50 ઘાયલ થયા હતા. હુમલો ખેરસન ક્ષેત્રના રશિયાના કબ્જાવાળા ગામડામાં કરવામાં આવ્યો હતો. ત્રણ ડ્રોન હુમલાઓ કેફે અને હોટેલ પર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક હોટેલમાં આગ લાગી હતી. રશિયાના આરોપ સામે યૂક્રેને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

યુદ્ધ વિરામ માટે પ્રયાસો યથાવત્

આ વચ્ચે યૂરોપીય અને અમેરિકી કૂટનૈતિક પ્રયાસ પણ ચાલી રહ્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ હતુ કે, શાંતિ કરાર 90% તૈયાર છે. પરંતુ બાકીના 10%માં વિવાદીત વિસ્તારો નક્કી કરવામાં આવ્યા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફે કહ્યુ હતુ કે, તેઓએ ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને યૂક્રેનના રાષ્ટ્રપતિ સુરક્ષા સલાહકારો સાથે વાતચીત કરી હતી.

રશિયાએ પણ યૂક્રેની વિસ્તારને બનાવ્યા નિશાન

બીજી તરફ રશિયાએ ઓડેસા ક્ષેત્રમાં કેટલાક ડ્રોન હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓમાં ઇમારતો અને કાર્યાલયોને નિશાન બનાવ્યા હતા. જેમાં બે માળની ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યા હતા. હાઇરાઇઝ ઇમારતમાં 17માં માળે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

આ પણ વાંચોઃ China Taiwan News: તાઇવાનની ગુપ્ત સંરક્ષણ યોજનાઓ પર ચીનની નજર, આંતરિક જાસૂસી દ્વારા સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવાનો પ્રયાસ