નેપાળ અને ચીન સરહદ પર આવેલા વિનાશક પૂરના કારણે સર્જાયેલી ભયાનક તારાજીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ગંભીર કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૩૯૨ લોકોના મોત થયા છે, જ્યારે 1500 થી વધુ લોકો હજુ પણ ગુમ થયેલા છે. આ દુર્ઘટનામાં અનેક વિદેશી પ્રવાસીઓ, ટ્રેકર્સ અને પવિત્ર કૈલાશ માનસરોવરના યાત્રાળુઓ પણ ફસાયા છે. આ ભયાનક સ્થિતિને જોતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેપાળને શક્ય તમામ સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે.
https://twitter.com/ANI/status/2093102146631901549

પત્રકાર સાથે ઓફિસમાં વાત કરતા ટ્રમ્પ થયા દુખી

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા પ્રમુખ ટ્રમ્પે આ ઘટનાને અત્યંત ભયાનક ગણાવી હતી. તેમણે કહ્યું કે મજબૂત અને સારી રીતે બનેલી ઇમારતો પણ તાશના પત્તાની જેમ તૂટી પડી છે, જે અત્યંત દુઃખદ છે. અમેરિકાએ નેપાળી નેતૃત્વ સાથે ચર્ચા કરીને જરૂરી તમામ મદદ મોકલી આપી છે. યુએસ અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પોલિટિકલ અફેર્સ, એલિસન એમ. હૂકરે જણાવ્યું હતું કે યુએસ સરકાર પૂરગ્રસ્ત સમુદાયોને ઝડપથી ૫૦૦,૦૦૦ ડોલરની આર્થિક સહાય મોકલી રહી છે. તેમજ નેપાળમાં સ્થિત યુએસ એમ્બેસી ગુમ થયેલા અમેરિકન નાગરિકોને શોધવા અને સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. નેપાળમાં અંદાજે ૫૦ થી ૬૦ અમેરિકન નાગરિકો હોવાનું અનુમાન છે.
https://twitter.com/ANI/status/2093057986436706639

નેપાળ: નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક 469 પર પહોંચ્યો છે અને 517 વિદેશી નાગરિકો સહિત 910 થી વધુ લોકો હજુ લાપતા છે. અત્યાર સુધીમાં 50 વિદેશીઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોમાં સ્થાનિક પ્રવાસીઓ, સૈન્ય અને પોલીસકર્મીઓ પણ સામેલ છે.

ચીન: તિબેટના ગ્યરોંગ કાઉન્ટીમાં ૩ લોકોના મોત થયા છે અને ૫૫૮ લોકો ગુમ છે, જેમાં ૨૬૦ વિદેશીઓ સામેલ છે. ચીનના વિદેશ મંત્રાલય મુજબ, નેપાળી સરહદ પાસે લગભગ ૧૦૦ ચીની નાગરિકો પણ સંપર્ક વિહોણા બન્યા છે.

ભારત: ભારતના વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, ૨૮૮ ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. જેમાં પાવર પ્રોજેક્ટ પર કામ કરતા ૭૩ કામદારો અને કૈલાશ પર્વતની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે. ભારત સિવાય અન્ય અનેક દેશોના લોકો હજુ પણ ગુમ છે.જેમની સાથે કોઇ સંપર્ક થયો નથી. 

આ પણ વાંચોઃ Nepal પર બેવડી આફત, વિનાશક પૂર બાદ બીજી વખત આવ્યા ભૂકંપના આંચકા