અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકી સૈન્યએ ઈરાનના મહત્વના લારાક અને ખાર્ગ ટાપુઓ પર ભીષણ હુમલા કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મોટો દાવો કરતા જણાવ્યું છે કે, "ખાર્ગ ટાપુ સંપૂર્ણપણે નાશ પામ્યો છે." આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે.

ખાર્ગ ટાપુને નષ્ટ કર્યાનો દાવો

ખાર્ગ ટાપુ ઈરાન માટે આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. તે ઉત્તરીય પર્સિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટથી આશરે 483 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં આવેલો છે અને તે બુશેહર પ્રાંતનો ભાગ છે. આ ટાપુ ઈરાનનું મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર છે, જે દેશની કુલ ક્રૂડ ઓઇલ નિકાસના લગભગ ૯૦% હિસ્સાનું સંચાલન કરે છે. આર્થિક પ્રતિબંધો વચ્ચે આ ટાપુ ઈરાનની જીવાદોરી સમાન ગણાય છે.

<iframe src="https://truthsocial.com/@realDonaldTrump/117187722429803464/embed" class="truthsocial-embed truthsocial-video" style="max-width: 100%; border: 0" width="600" allowfullscreen="allowfullscreen"></iframe><script src="https://truthsocial.com/embed.js" async="async"></script>

લારાક ટાપુ પર હુમલાની કરાઇ પુષ્ટિ

આ અગાઉ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ લારાક ટાપુ પર હુમલાની પુષ્ટિ કરી હતી. ગુપ્તચર અહેવાલો મુજબ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ખાણો નાખવાની તૈયારી કરી રહ્યું હતું, જેને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કેટલાક સૈનિકો અને નાગરિકોના જાનહાનિ થયાના અહેવાલ છે.

આઠ મિસાઈલોને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો

અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. IRGC દ્વારા જોર્ડન અને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી થાણાઓ તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. કિંગ હુસૈન અને અલ-અઝરાક એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા, જોકે જોર્ડનના એર ડિફેન્સ સિસ્ટમે આશરે આઠ મિસાઈલોને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો.

આ સૈન્ય સંઘર્ષની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી છે. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 1% થી વધુનો ઉછાળો આવ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ 89 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. વળી, વીમા કંપનીઓએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજોની અવરજવરને અત્યંત જોખમી ગણાવી છે. ટ્રમ્પના આ દાવા બાદ ઈરાન સામેના યુએસ લશ્કરી અભિયાનનો વ્યાપ ઘણો વધી ગયો છે, જેનાથી વૈશ્વિક સ્તરે ચિંતા પ્રસરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ UP : કાશીમાં ગંગા નદીનું વિકરાળ સ્વરૂપ, ચિત્રકૂટમાં મંદાકિનીએ તોડ્યો 23 વર્ષ જૂનો પૂરનો રેકોર્ડ