વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પુરવઠા માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મોઝ' (Strait of Hormuz) માં ઈરાન દ્વારા વધતા તણાવ અને નાકેબંધી વચ્ચે એક મોટા આંતરરાષ્ટ્રીય લશ્કરી ગઠબંધન (International Military Alliance) ની શક્યતાઓ તેજ થઈ ગઈ છે. અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ (UK) આ દરિયાઈ માર્ગને સુરક્ષિત કરવા માટે પશ્ચિમી અને મધ્ય-પૂર્વના દેશોને એક મંચ પર લાવવાની યોજના બનાવી રહ્યા છે.
લંડનમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન
અમેરિકા અને બ્રિટન આવતા અઠવાડિયે લંડનમાં એક હાઈ-લેવલ મીટિંગ યોજવાની યોજના ઘડી રહ્યા છે. આ બેઠકમાં પશ્ચિમી દેશો અને મધ્ય-પૂર્વ (Middle East) ના સંરક્ષણ મંત્રીઓ તેમજ ઉચ્ચ સૈન્ય અધિકારીઓ ભાગ લેશે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ અને જોઈન્ટ ચીફ્સના ચેરમેન જનરલ ડેન કેન પણ આ ચર્ચામાં સામેલ થઈ શકે છે.
મિત્ર દેશો પાસેથી અમેરિકાની માંગ
અમેરિકા ઈચ્છે છે કે તેના સહયોગી દેશો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં વેપારી જહાજોની સુરક્ષા માટે માઈન્સ દૂર કરનારા જહાજો (Mine-sweepers), નૌકાદળના જહાજો અને ડ્રોન તૈનાત કરે. યુરોપિયન રાજદૂતોના જણાવ્યા મુજબ, આ ગઠબંધન ઈરાન સાથેના સતત સંઘર્ષમાંથી અમેરિકાની બહાર નીકળવાની વ્યૂહરચનાનો જ એક ભાગ હોઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી
આ રાજદ્વારી પ્રયાસો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, હોર્મોઝમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજ પર ઈરાન તરફથી થતા દરેક હુમલાના જવાબમાં અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ કે બ્રિજને નિશાન બનાવીને તબાહ કરશે.
ગ્લોબલ ઓઈલ સપ્લાય પર મોટું સંકટ
ઈરાન દ્વારા વેપારી જહાજોને નિશાન બનાવવાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠા પર માઠી અસર પડી છે અને તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જોકે બીજી તરફ, તણાવ ઘટાડવા માટે ઓમાનનું એક ડેલિગેશન ઈરાનના પાટનગર તેહરાન પહોંચીને વાતચીત દ્વારા રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પબણ વાંચો: Pakistanના ખૈબર પખ્તુનખ્વાની બાજૌરમાં બોમ્બ બ્લાસ્ટ, બે લોકોના મોત