અમેરિકન ઇમિગ્રેશન વિરોધી થિંક ટેન્ક સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ દ્વારા કરાયેલા ડેટા વિશ્લેષણ અનુસાર, 2025માં પીક એડમિશન સીઝન દરમિયાન ભારતીય નાગરિકોને આપવામાં આવેલા યુએસ સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 62% થટાડો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ક્રિનિંગ કડક બનાવતાં અને F1 વિઝા અરજદારોને અસર કરતા કડક ઇમિગ્રેશન પગલાંને કારણે આ ઘટાડો થયો છે. રિપોર્ટમાં દલીલ કરાઈ છે કે ઓછા વિઝા જારી કરવાથી અમેરિકન વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થઈ શકે છે. 

ચીન કરતાં પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જાય છે

ભારત અને ચીનના વિદ્યાર્થીઓ અમેરિકામાં સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વિદ્યાથી જૂથો રહ્યા છે. 2024-25 શૈક્ષણિક વર્ષ દરમિયાન અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભારતના 3,63,019 જ્યારે ચીનના 2,95,919 વિદ્યાર્થીઓ હતા. ચીન કરતાં પણ વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જાય છે. એજ્યુકેશન (IIE) અનુસાર, ભારત અને ચીનના વિદ્યાર્થીઓ મળીને અમેરિકામાં કુલ 11.70 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના 53% હતા. વિશ્લેષણ મુજબ 2025માં મે મહિનાથી ઓગસ્ટ મહિના વચ્ચે કે જે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલાં મોટાભાગના સ્ટુડન્ટ વિઝા અપાતા હોય તેવો સમયગાળો છે. અમેરિકાએ ભારતીય નાગરિકોને 22149 F-૧ વિઝા જારી કર્યા હતા.

વિદ્યાર્થીઓને અસર કરતા અનેક નીતિગત ફેરફારો સાથે સુસંગત

આ સંખ્યા 2024ના સમાન ગાળામાં જારી કરાયેલા 58694 વિઝાની સરખામણીમાં 62% ઓછી હતી અને 2017-19 તથા 2021-24 વચ્ચે નોંધાયેલી સરેરાશ કરતાં 60% ઓછી હતી. અહેવાલ મુજબ, આ જ સમયગાળા દરમિયાન ચીની નાગરિકોને 40034 F-1 વિઝા મળ્યા હતા, જે 2024ના 61075 વિઝાની સરખામણીમાં 34% ઓછા અને બહુવર્ષીય સરેરાશ કરતાં 46% ઓછા હતા. વિશ્લેષણ અનુસાર, મે-ઓગસ્ટનો સમયગાળો ભારતીય અને ચીની બંને વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ધોરણે જારી થતા સ્ટુડન્ટ વિઝાનો લગભગ ત્રણ-ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો ટ્રમ્પ સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર કરતા અનેક નીતિગત ફેરફારો સાથે સુસંગત છે.

વિદ્યાર્થીઓને તેમના રોકાણ પર ચાર વર્ષની મર્યાદા મળવી

 મે 2025 માં અમેરિકાએ વિસ્તૃત સ્ક્રીનિંગ પ્રક્રિયાઓ સાથે ફરી શરૂ કરતાં પહેલા પહેલા વિશ્વભરમાં નવી સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ્સ હંગામી ધોરણે રોકી દીધી હતી. વિઝા અરજદારો માટે ફરજિયાત સોશિયલ મીડિયા ચકાસણી પણ વિસ્તૃત કરી હતી. જેમાં અરજદારોને રાષ્ટ્રીય સુરક્ષા તપાસના ભાગ રૂપે તેમની સૌ. મીડિયા પ્રોફાઈલને સમીક્ષા માટે જાહેરમાં સુલભ બનાવવાની જરૂર હતી. તાજેતરમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ F-1 સ્ટુડન્ટ્સ માટે લાંબા સમયથી ચાલતી ક્યુરેશન ઓફ સ્ટેટસ સિસ્ટમને સ્થાને નિશ્ચિત રોકાણ સમયગાળા સાથે નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. નવા નિયમો હેઠળ ઘણાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના રોકાણ પર ચાર વર્ષની મર્યાદા મળવી, જે પછી યોક્કસ કિસ્સાઓમાં વિસ્તરણની જરૂર પડી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ, ભેજનું પ્રમાણ વધવાથી ઉકળાટ અનુભવાશે