અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત ઐતિહાસિક કરારને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. આ મુદ્દે શુક્રવારે વ્હાઇટ હાઉસના અત્યંત સુરક્ષિત ગણાતા 'સિચ્યુએશન રૂમ'માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં આશરે બે કલાક સુધી હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે કોઈ પણ નક્કર પરિણામ વિના સમાપ્ત થઈ છે.

અમેરિકાના હિતો જળવાવા જોઇએ

વ્હાઇટ હાઉસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, કોઈ પણ કરાર ત્યારે જ સ્વીકારવામાં આવશે જ્યારે તે અમેરિકાના હિતો અને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી કડક શરતો પર સંપૂર્ણ રીતે ખરો ઉતરશે.

પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપશે નહીં

બીજી તરફ, ઈરાને પણ આ મામલે સાવચેતીભર્યું વલણ અપનાવતા કહ્યું છે કે વાટાઘાટો ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ આખરી કરાર થયો નથી. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપશે નહીં અને આ તેમની મુખ્ય 'રેડ લાઇન' છે.

ઇરાન કરી માગ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંભવિત કરારની જે રૂપરેખા આપી છે તે મુજમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવા અને ઈરાનના સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ મેળવવાની વાત છે. જોકે, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી 'ફાર્સ'એ ટ્રમ્પના આ દાવાઓને સત્ય અને જૂઠાણું ગણાવી ફગાવ્યા છે. ઈરાનની માંગ છે કે કરાર પહેલાં વિદેશમાં ફસાયેલી તેની અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવામાં આવે.

ઓઈલ માર્કેટમાં ભારે ચિંતા

અમેરિકા-ઈરાન વચ્ચેની આ અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર ઓઈલ માર્કેટ માં ભારે ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે હોર્મુઝ એ વૈશ્વિક તેલ પરિવહન માટેનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના ઉલ્લંઘનના પરસ્પર આરોપો અને ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે ચાલુ સંઘર્ષને કારણે આ ક્ષેત્રમાં તણાવ હજુ પણ ચરમસીમાએ છે.


આ પણ વાંચો----       Gandhinagar : મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, સળંગ સેવા અને જૂની પેન્શન યોજનાનો માર્ગ મોકળો