આ નાકાબંધી ઈરાનના બંદરો અને તટીય વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં CENTCOM એ જણાવ્યું કે તેની સેનાઓ રાષ્ટ્રપતિના આદેશ મુજબ “ઈરાનના બંદરોમાં આવનારા અને જનાર તમામ સમુદ્રી ટ્રાફિક પર નાકાબંધી લાગુ કરશે.” આમાં અરબ ખાડી (Persian Gulf) અને ઓમાનની ખાડી (Gulf of Oman)ના કિનારાના બંદરો પણ સામેલ છે.

હોર્મુઝ જળમાર્ગમાંથી ગેર-ઈરાની બંદરો તરફ જતા કે આવતા જહાજોની નેવિગેશન સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરશે નહીં.

હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)માંથી ગેર-ઈરાની બંદરો તરફ જતા કે આવતા જહાજોની નેવિગેશન સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરશે નહીં. વ્યાવસાયિક જહાજચાલકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સત્તાવાર નાવિકો માટેની સૂચનાઓ પર નજર રાખે અને ઓમાનની ખાડી તથા હોર્મુઝ જળમાર્ગ આસપાસ કામ કરતી વખતે ‘બ્રિજ-ટુ-બ્રિજ ચેનલ 16’ પર અમેરિકી નૌકાદળ સાથે સંપર્કમાં રહે.

અમેરિકા ટૂંક સમયમાં હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને રોકવાનું શરૂ કરશે

રવિવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને રોકવાનું શરૂ કરશે. તેમણે ઉમેર્યું કે ખાસ કરીને તે જહાજો પર ધ્યાન આપવામાં આવશે, જે તેમના કહેવા મુજબ ગેરકાયદેસર ટોલ ચૂકવી રહ્યા છે. થોડા કલાકો પછી, અમેરિકી સેનાએ જાહેરાત કરી કે તે સોમવાર સાંજે 7:30 વાગ્યાથી આ નાકાબંધી અમલમાં મૂકાશે.

ચીન અને ઈરાન બંને સામે પોતાનુ કડક વલણ દાખવ્યુ 

અમેરિકાના આ પગલાથી એવું લાગી રહ્યું છે કે તેનો હેતુ તે પ્રથાને અટકાવવાનો છે, જેમાં આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી પસાર થતા કેટલાક જહાજો ચીની યુઆનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘટનાને લાંબા સમયથી ચાલતા પેટ્રોડોલર સિસ્ટમ માટે પડકાર તરીકે અને અમેરિકી પ્રતિબંધોને ટાળવાનો એક રસ્તો માનવામાં આવી રહ્યો છે.

વોશિંગ્ટનએ ફરી એકવાર ચીન અને ઈરાન બંને સામે પોતાનુ કડક વલણ દાખવ્યુ છે. આ પગલું આ બંને દેશો સાથે વધતા તણાવ તરફ પણ ઈશારો કરે છે, જેમણે અમેરિકી આર્થિક દબાણનો સામનો કરવાની પોતાની ક્ષમતા સતત દર્શાવી છે.

આ પણ વાંચો: Iran-US Ceasefire Talks : ઈસ્લામાબાદ વાર્તા નિષ્ફળ રહી, જેડી વેન્સે કહ્યું- ઈરાને અમારી શરતો ન માની