વિશ્વના રાજકારણમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ વિષય અમેરિકા અને ઈરાન વચ્ચેના વણસેલા સંબંધો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ યોજાવા જઈ રહ્યો છે. આ મંત્રણામાં સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ વાટાઘાટકાર કે મધ્યસ્થી વિના ઈરાન સાથે સીધી વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે.

મધ્યસ્થી વગર સીધી વાત કરશે ટ્રમ્પ

અત્યાર સુધી ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોમાં ત્રીજા પક્ષની ભૂમિકા મહત્વની રહી છે, પરંતુ ટ્રમ્પે આ પરંપરા તોડવાનો સંકેત આપ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, મને તેમની સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ટ્રમ્પ આ અઠવાડિયે ઇસ્લામાબાદની મુલાકાત લઈ શકે છે અથવા વર્ચ્યુઅલી આ મંત્રણામાં સીધો ભાગ લઈ શકે છે. ટ્રમ્પનું માનવું છે કે સીધા સંવાદથી જટિલ મુદ્દાઓનો ઝડપી ઉકેલ લાવી શકાય છે.

જે.ડી. વાન્સ અને હાઈ-પ્રોફાઈલ ટીમ મેદાનમાં

ઈરાને શરત મૂકી છે કે આ મંત્રણામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ હાજરી આપે. ટ્રમ્પે આ શરતને ગંભીરતાથી લેતા પુષ્ટિ કરી છે કે જે.ડી. વાન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનર ઇસ્લામાબાદ જશે. આ હાઈ-પ્રોફાઈલ ટીમની હાજરી સૂચવે છે કે અમેરિકા આ વખતે ઈરાન સાથે કોઈ નક્કર સમજૂતી કરવાના મૂડમાં છે.

યુદ્ધવિરામ અને મંત્રણાની નિષ્ફળતાનો ડર

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર કરવામાં આવેલો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ આગામી બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. ટ્રમ્પે પહેલેથી જ સંકેત આપ્યો છે કે આ યુદ્ધવિરામ લંબાવવાની શક્યતા ઓછી છે, જેનો અર્થ છે કે શાંતિ સ્થાપવા માટે આગામી 48 કલાક અત્યંત મહત્વના છે. અગાઉના રાઉન્ડમાં ઈરાનની જિદ અને અમેરિકાની કડક માંગણીઓને કારણે કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ ટ્રમ્પ આશાવાદી છે કે બંને પક્ષો વાતચીતના ટેબલ પર આવશે.

  • Follow us on: