ગાલિબાફની સ્પષ્ટતા
અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જ્યાં સુધી ઈરાન સાથે સંપૂર્ણ સમજૂતી ન થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટની નૌકાસૈન્ય નાકાબંધી યથાવત રહેશે. ટ્રમ્પની આ ચેતવણી બાદ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલિબાફે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જો નાકાબંધી ચાલુ રહેશે તો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરી દેશે. ગાલિબાફે સ્પષ્ટ કર્યું કે આ માર્ગ પરથી અવરજવર માત્ર ઈરાની પરવાનગીથી જ શક્ય બનશે.
ટ્રમ્પનું કડક વલણ
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા લેબનોન યુદ્ધવિરામને પગલે વાણિજ્યિક જહાજો માટે માર્ગ ખુલ્લો જાહેર કરાયાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે જો સમજૂતી નહીં થાય તો અમેરિકા ફરીથી બોમ્બમારો શરૂ કરી શકે છે. ઈરાની સ્પીકરે ટ્રમ્પના દાવાઓને સોશિયલ મીડિયાના જૂઠાણા ગણાવ્યા છે અને કહ્યું છે કે જમીની હકીકત જ નક્કી કરશે કે આ જળમાર્ગ ખુલ્લો રહેશે કે નહીં.
ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગેર ગાલિબાફે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી કે જો અમેરિકા નેવી નાકાબંધી ચાલુ રાખે છે તો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દેશે. આ ચેતવણી અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી નાકાબંધીને સંપૂર્ણ રીતે લાગુ રાખવાની ઘોષણાના થોડા સમય બાદ જ આવી છે.ગાલિબાફે એક પોસ્ટમાં કહ્યું કે હોર્મુઝથી અવરજવર નિર્ધારિત માર્ગ અને ઈરાની પરવાનગીના આધારે જ થશે. તેમણે કહ્યું, 'નાકાબંધી ચાલુ રહેવા પર હોર્મુઝ જલડમરુમધ્ય ખુલ્લું રહેશે નહીં.'
અબ્બાસ અરાઘચીએ શું કહ્યું?
આ જાહેરાત ઈરાન તરફથી યુદ્ધવિરામના બાકીના સમયગાળા માટે હોર્મુઝને વેપારીક જહાજો માટે ખુલ્લું જાહેર કર્યાના થોડા કલાકો બાદ આવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું, લેબનોનમાં થયેલા યુદ્ધવિરામના કારણે આ જળમાર્ગથી તમામ જહાજોની અવરજવર યુદ્ધવિરામના બાકીના સમયગાળા માટે સંપૂર્ણપણે ખુલ્લી જાહેર કરવામાં આવે છે.
હોર્મુઝની નાકાબંધી યથાવત રહેશે: ટ્રમ્પ
તેના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથે સમજૂતી પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટની નૌકાસૈન્ય નાકાબંધી યથાવત રહેશે. જોકે તેમણે દાવો કર્યો કે આ પ્રક્રિયા ખૂબ જ જલ્દી પૂરી થઈ જશે કારણ કે અડચણો પર પહેલાથી જ વાતચીત થઈ ચૂકી છે. ટ્રમ્પે ચેતવણી આપી કે જો સમજૂતી નહીં થાય તો અમેરિકા ફરીથી બોમ્બ ફેંકવાનું શરૂ કરી શકે છે. ઈરાની બંદરો પર નાકાબંધી ચાલુ રહેશે તો કમનસીબેએ અમારે ફરીથી બોમ્બ ફેંકવાનું શરૂ કરવું પડશે.'
ઈરાની સ્પીકરે આપ્યો આ જવાબ
આના પર ઈરાની સ્પીકરે બે ટૂક શબ્દોમાં કહ્યું, 'તેમણે (ટ્રમ્પે) આ જૂઠાણાઓથી યુદ્ધ જીત્યું નથી અને તેઓ વાતચીતમાં પણ ક્યાંય પહોંચી શકશે નહીં. હોર્મુઝ ખુલ્લું રહેશે કે બંધ અને તેને નિયંત્રિત કરતા નિયમો જમીની હકીકતથી નક્કી થશે, સોશિયલ મીડિયાથી નહીં.' ગાલિબાફે આરોપ લગાવ્યો કે ટ્રમ્પે એક કલાકમાં 7 દાવા કર્યા, જેમાંથી તમામ જૂઠા હતા.
આ પણ વાંચો: USA-Iran Conflict: હોર્મુઝ-યુરેનિયમ પર ટ્રમ્પના હવાતિયાં,ઈરાને કહ્યું ખોટા દાવાથી અમેરિકાને કંઈ હાંસલ થશે નહીં