મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવી રહેલા ભીષણ હુમલાઓએ વૈશ્વિક રાજકારણની સાથે આર્થિક સમીકરણો પણ બદલી નાખ્યા છે. આ સંઘર્ષમાં સૌથી વધુ ચિંતામાં મુકાયેલું કોઈ રાષ્ટ્ર હોય તો તે ચીન છે. ઈરાન પરના હુમલાઓએ ચીનના તેલ પુરવઠાને સીધું જોખમમાં મૂક્યું છે, જેના કારણે બેઇજિંગ હાલમાં અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

તેલ પુરવઠા પર જોખમ અને ચીનની ચાલ

ચીન તેની જરૂરિયાતનું 80% થી વધુ તેલ ઈરાન પાસેથી આયાત કરે છે. વર્ષ 2025 ના આંકડા મુજબ, ચીન દરરોજ અંદાજે 1.38 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ઈરાન પાસેથી મેળવતું હતું, જે તેની કુલ આયાતના 13 થી 14 ટકા જેટલું થાય છે. પરંતુ, વધતા તણાવને જોતા ચીની રિફાઇનરીઓએ હવે શાંતિથી ઈરાની તેલની ખરીદી ઘટાડવાનું શરૂ કર્યું છે. પોતાની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે ચીન હવે સબસિડીવાળા રશિયન તેલ તરફ વળ્યું છે.

વ્યૂહાત્મક ભૂલ અને 25 વર્ષનો કરાર

એક્સપર્ટ્સના મતે, તેહરાન દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહી એક 'ઐતિહાસિક વ્યૂહાત્મક ભૂલ' સાબિત થઈ શકે છે. ઈરાન અને ચીન વચ્ચે 25 વર્ષનો સહકાર કરાર છે, જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લે છે. જોકે, ઈરાને જે રીતે આરબ ભૂમિ પર અમેરિકી સંપત્તિઓને નિશાન બનાવી છે, તેનાથી ચીન માટે પ્રાદેશિક સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે. અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ સીધા સંઘર્ષમાં ઉતરવાથી ઈરાને ચીન જેવા તટસ્થ પક્ષોને પણ અસમંજસમાં મૂકી દીધા છે.

હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નું મહત્વ

ચીન માટે સૌથી મોટો ડર હોર્મુઝની સામુદ્રધુનીમાં પેદા થનારો વિક્ષેપ છે. ચીનની કુલ તેલ આયાતનો લગભગ 44 ટકા હિસ્સો મધ્ય પૂર્વમાંથી આવે છે અને આ માર્ગ બંધ થવાથી ચીની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે. ચીને ભલે ઈરાન પરના હુમલાની નિંદા કરી હોય, પરંતુ તે કોઈ આર્થિક બદલો લેવાનું ટાળી રહ્યું છે કારણ કે તે પોતાની સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા માંગે છે.

આ પણ વાંચોઃ 'તે મને મારે તે પહેલાં જ મેં તેને ખતમ કરી દીધો',ખામેનેઇના મોત પર Donald Trump નું વિસ્ફોટક નિવેદન